Rudraprayag Accident : ઉત્તરાખંડ (Uttarakhand)માં રુદ્રપ્રયાગ (Ruraprayag) પાસે રંટોલી ખાતે બદ્રીનાથ હાઈવે (Badrinath Highway) પર મુસાફરોને લઈ જતું એક ટેમ્પો ટ્રાવેલર વાહન અલકનંદા નદીમાં પડી ગયું હતું. આ ઘટનામાં 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાની આશંકા છે. સાત મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
#WATCH | Uttarakhand: A tempo traveller, with about 17 passengers on board, fell into a deep gorge near Badrinath Highway in Rudraprayag. Rescue work is being carried out by SDRF and Police team. So far, two injured have been sent to the hospital by the team through ambulance.… pic.twitter.com/5v9nhLFL4B
— ANI (@ANI) June 15, 2024
આ ઘટનાની જાણકારી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડ્યું અને અલકનંદા નદીમાં ખાબક્યું. વાહન નીચે પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના લોકોએ જ્યારે તેની જાણ કરી તો તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
જે વાહનને અકસ્માત થયો તે દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહ્યું હતું. આ લોકો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા. આ કારમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. આશંકા છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
#WATCH | Uttarakhand: 8 people died when a tempo traveller fell into a deep gorge near Badrinath Highway in Rudraprayag. Rescue operation underway.
(Video: SDRF) pic.twitter.com/vBAQCnioyO
— ANI (@ANI) June 15, 2024
મુખ્યમંત્રી ધામીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું- રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માત અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે.
સીએમ ધામીએ આગળ લખ્યું – ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો : Ganesh Gondal : ગણેશ ગોંડલ કેસમાં આવ્યો નવો વળાંક, ફરિયાદી સંજય સોલંકીની વધુ એક અરજી