Mohan Bhagwat : ‘કેટલાક લોકો નથી ઈચ્છતા કે ભારત પ્રગતિ કરે એટલા માટે તેઓ …’

મોહન ભાગવતે આ કાર્યક્રમમાં અયોધ્યામાં રામ મંદિરથી લઈને ભારતમાં આયોજિત જી-20 સુધીની તમામ બાબતો વિશે વાત કરી.

October 24, 2023

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. RSSની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. તેથી જ દર વર્ષે RSS દશેરાના દિવસે તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ત્યારે આજે વિજયાદશમી નિમિત્તે RSSએ મહારાષ્ટ્રના નાગપુરમાં તેના વાર્ષિક વિજયાદશમી ઉત્સવનું આયોજન કર્યું હતું. જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન હાજર રહ્યા હતા. તેમજ RSSના વડા મોહન ભાગવત પણ હજર રહ્યા હતા. અને તેમને અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.

મોહન ભાગવતે કર્યું સંબોધન

મોહન ભાગવતે આ કાર્યક્રમમાં અયોધ્યામાં રામ મંદિરથી લઈને ભારતમાં આયોજિત જી-20 સુધીની તમામ બાબતો વિશે વાત કરી. મોહન ભાગવતે દેશમાં મણિપુર હિંસા અને સાંપ્રદાયિક હિંસા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મણિપુરમાં હિંસા નથી થઈ રહી, તેને રોકવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે દેશના પ્રયાસો રાષ્ટ્રીય આદર્શોથી પ્રેરિત છે. અયોધ્યામાં રામ લલ્લાનું એક મંદિર, જેની તસવીર આપણા બંધારણની મૂળ નકલના પાના પર દર્શાવવામાં આવી છે. રામલલાનો અભિષેક 22 જાન્યુઆરી, 2024ના રોજ મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવશે.

વિરોધીઓ પર સાંધ્યું નિશાન

વધુમાં ભાગવત માને કહ્યુ કે, દુનિયામાં એવા ઘણા લોકો છે જે નથી ઈચ્છતા કે ભારત પ્રગતિ કરે. તેઓ ભારતમાં જૂથબંધી અને અથડામણ ઉભી કરવાનો પ્રયાસ કરે છે. ક્યારેક આપણે પણ તેમના કાવતરામાં ફસાઈ જઈએ છીએ. જો ભારત આગળ વધશે તો તેઓ તેમની રમત રમી શકશે નહીં જેથી તેઓ સત વિરોધ કરે છે. અને તેઓ વિરોધ કરવા માટે ચોક્કસ વિચારધારાને અપનાવે છે.

Read More

Trending Video