Ribda : ગોંડલમાં ગુંડાગીરી અત્યારે દિન પ્રતિદિન વધી રહી છે. ગોંડલ અને રીબડા વચ્ચેનો વિવાદ વર્ષોથી જાણીતો છે. અને હવે ગોંડલના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં મોડી રાત્રે અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે પહેલા જયરાજસિંહ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તે બાદ હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સની ઈન્ટાગ્રામ સ્ટોરી પરથી સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો હતો. જે બાદ પોલીસે તેની અને ફાયરિંગ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. અને જે બાદ આજે આ મામલે મોટી અપડેટ સામે આવી છે.
ફાયરિંગ કેસમાં બે વ્યક્તિની ધરપકડ
અનિરુદ્ધસિંહ રીબડાનાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ મામલે આજે બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ રૂરલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ઉત્તર પ્રદેશથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અને બંને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ ફાયરિંગ હાર્દિકસિંહ જાડેજાએ કરાવ્યું હોવાની કબૂલાત કરી છે. બંનેને હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાને કારણે ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. ફાયરિંગ કર્યા બાદ બંને વ્યક્તિ ટ્રેન અને બસ મારફત ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા.