નર્મદા નદીના પ્રવાહમાં થયેલા વધારાના કારણે કાંઠા વિસ્તારના ગામો એલર્ટ પર છે. જાનહાની ના થાય તે માટે તંત્ર લોકોનું સ્થળાંતર કરી રહ્યું છે સાથે જ ફસાયેલા લોકોનું રેસક્યૂ પણ કરી રહી છે. કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 લોકો સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન નહી ભરી શકવાના બાદ આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી છે. છેલ્લા 48 કલાકથી ચાલી રહેલી મહેનત પછી સોમવારે સવારે આ પરિવારનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.
અંકલેશ્વરની સોસાયટીઓમાં પાણી ઘુસી જતાં વાહનો તણાયા હતા અને લોકોને ભારે હાલાકી પડી હતી.