Reliance AGM 2024 : રિલાયન્સની રોકાણકારોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેરની કરી જાહેરાત

August 29, 2024

Reliance AGM 2024 : દેશની સૌથી મૂલ્યવાન કંપની RIL 5 સપ્ટેમ્બરે 1:1 રેશિયોમાં બોનસ ઇશ્યૂ આપવાનું વિચારશે. બિઝનેસના વિસ્તરણ અને મજબૂત નાણાકીય કામગીરીને ધ્યાનમાં રાખીને કંપનીએ આ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ RILની AGMમાં આ અંગેની માહિતી આપી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની શરૂઆત બપોરે 2 વાગ્યે મુકેશ અંબાણીના સંબોધનથી થઈ હતી. એજીએમ શરૂ થતાંની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઝડપી ગતિએ વધવા લાગ્યા અને 2 ટકાથી વધુ વધ્યા.

મુકેશ અંબાણી (Mukesh Ambani)એ બોનસ શેરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શેરધારકોને એક શેરના બદલામાં બોનસ તરીકે એક શેર આપવામાં આવશે. જો કે, 5 સપ્ટેમ્બરે બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં બોનસ શેર ઈશ્યૂ કરવાની પરવાનગી લેવામાં આવશે. મુકેશ અંબાણીના બોનસ શેરની જાહેરાત પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર લગભગ 2 ટકા વધીને રૂ. 3,050.65 પર ટ્રેન્ડ થઈ રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરે એક વર્ષમાં 26 ટકા વળતર આપ્યું છે.

કંપનીએ બોનસ શેર ક્યારે આપ્યા?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 1 જાન્યુઆરી, 2000 થી તેના શેરની ફેસ વેલ્યુ વિભાજિત કરી નથી. કંપનીએ 26 નવેમ્બર 2009 થી બે વાર બોનસ શેર આપ્યા છે. હવે ફરી એકવાર બોનસ શેર આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ દર વખતે 1:1 રેશિયો સાથે બોનસ શેર આપ્યા છે. કંપનીએ છેલ્લે સપ્ટેમ્બર 7, 2017ની એક્સ-ડેટ સાથે બોનસની જાહેરાત કરી હતી.

રિલાયન્સે લાખો નોકરીઓ ઊભી કરી

એજીએમમાં, મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રોજગાર મોરચે, રિલાયન્સ નવા પ્રોત્સાહન આધારિત જોડાણ મોડલ પર કામ કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ સંદર્ભમાં, તેમની કંપનીએ નાણાકીય વર્ષ 2024માં સંશોધન અને વિકાસ પર $437 મિલિયન ખર્ચ્યા હતા. Jio ફાયનાન્સિયલ સર્વિસ સતત સમાજ માટે મહાન મૂલ્ય સર્જવામાં રોકાયેલ છે.

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

રિલાયન્સ એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. IMFનો અંદાજ છે કે 2027 સુધીમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને જર્મની અને જાપાનને પાછળ છોડી દેશે.

આ પણ વાંચોGujarat Flood : ગુજરાતના ત્રણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે મુખ્યમંત્રી, અધિકારીઓ સાથે બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે

Read More

Trending Video