કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને ભાજપમાં ધમધમાટ, રાપર-ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

January 27, 2025

kutchh: ગુજરાતમાં ચૂંટણીના (Election) પડઘમ વાગી ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local government elections) જાહેર થયા પછી રાજકીય પક્ષોના કાર્યાલયમાં કાર્યકર્તાઓનો જમાવડો થઈ રહ્યો છે. રાજકીય પક્ષોના કાર્યલયમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો છેલ્લો 01 ફેબ્રુઆરી હોવાથી રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઇ કચ્છમા ભાજપનુ મંથન ચાલી રહ્યું છે. રાપર-ભચાઉ નગરપાલિકા (Rapar-Bhachau Municipality) સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ભુજમા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.

રાપર-ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

કચ્છમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે. ભચાઉ-રાપર નગરપાલિકાની ચુંટણી માટે અત્યાર સુધી 50 કાર્યકરોએ દાવેદારી કરી છે. પુર્વ સાંસદ,ધારાસભ્ય સહિત ભાજપના નિરીક્ષકોની હાજરીમા સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. ઉમેદવારો સાથે ભાજપના આગેવાનોના અભિપ્રાય લેવાય રહ્યો છે. રેખા ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

રાજ્યમાં ઓબીસી અનામત પછી પહેલી વાર ચૂંટણી

રાજકીય પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ થઈ છે, આ વખતે ઓબીસી અનામત પછી પહેલી વાર  સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહી છે. ભાજપે સંગઠન વિસ્તરણ નથી કર્યું, અને સરકાર અત્યારે બજેટ બનાવવામાં વ્યસ્ત છે, અને સામાપક્ષે કોંગ્રેસ પણ આપ સાથેના ગઠબંધનનો નિર્ણય નથી કરી શકી અને સ્થાનિક મુદાઓને ઉઠાવી શકી નથી , અને આમ આદમી પાર્ટીનું લોકસભા ચૂંટણી પછી સંગઠન મજબૂત રહ્યું નથી. ચૂંટણીનો સમયગાળો 15 દિવસ નો જ છે, માટે એવું લાગી રહયું છે કે, આ વખતે ચૂંટણીમાં પક્ષો વચ્ચે ગરમા-ગરમી નહિ જોવા મળે.

આ પણ વાંચો : જયેશ રાદડીયાના સમર્થનમાં આવ્યા પાટીદાર અગ્રણીઓ, ટપોરી ગેંગ મામલે કર્યા મોટા ખુલાસા

Read More

Trending Video