Ravindra Jadeja Father Allegation : ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો પારિવારિક વિવાદ કોઈનાથી છુપો નથી. અવાર નવાર પરિવારનો આંતરિક વિવાદ સામે આવતો હોય છે ત્યારે આજે જાડેજા પરિવારનો વિવાદ જગજાહેર થયો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાના એક ઇન્ટર્વ્યુ બાદ પરિવારમાં શાબ્દિક યુદ્ધ શરુ થયું છે. રવીન્દ્ર જાડેજાના પિતાએ રવિન્દ્ર અને રિવાબા પર કરેલા આક્ષેપોનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જવાબ આપ્યો છે. તેમને આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને જાડેજાએ કહ્યું કે,મારી પત્નીની છબી ખરડવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે.
રવિન્દ્રના પિતાએ લગાવ્યા આક્ષેપ
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલા ઈન્ટરવ્યુમાં દિકરા રવિન્દ્ર જાડેજા અને વહુ રિવાબા સામે અનેક આક્ષેપો કર્યા હતા. તેમને દાવો કર્યો હતો કે, રીવાબાએ પરિવારને વિખવાદ ઉભો કર્યો છે. વધુમાં તેમને કહ્યું હતુ કે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત, લગ્નના ત્રણ મહિનામાં જ રિવાબાએ બધું મારું મારું કરીને મારા નામે કરી દો કહેવાનું શરૂ કરી દીધું હતું.
વધુમાં તેમને કહ્યું કે, આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને મારાથી પણ વધારે નયનાબાએ ખૂબ જ ભોગ આપ્યો છે. નયનાબા રવીન્દ્રનાં બહેન છે, પણ એક માતાની જેમ રવિને મોટો કર્યો છે, નયનાબા સાથે પણ કોઈ વ્યવહાર રાખતા નથી.’
રવિન્દ્ર જાડેજાએ શુ કહ્યું ?
ત્યારે આ ઈન્ટરવ્યુ અંગે, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પિતાના આક્ષેપોનો જવાબ આપ્યો છે. રવિન્દ્રએ લખ્યું છે કે, “વાહિયાત ઈન્ટરવ્યુમાં જણાવેલ તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે એક પક્ષે કહેવાયલી વાત છે જેને હુ નકારુ છુ, મારા ધર્મપત્નીની છબી ખરડવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે, મારી પાસે પણ કહેવા માટે ઘણુ છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારુ છે”
લોકોએ રિવાબા અને રવિન્દ્રને કર્યા ટ્રોલ
આમ રવિન્દ્ર જાડેજાની પોસ્ટ બાદ પરિવારનો ઝઘડો સોશિયલ મીડિયામાં ઉછળ્યો છે લોકો આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાછે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કરેલા ગંભીર આરોપો બાદ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ધારાસભ્ય રીવાબા જાડેજા સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર વૃદ્ધ પિતાનું દર્દ જોઈને લોકોના દિલ તૂટી ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ લખ્યું છે કે રીવાબા અને રવિન્દ્ર જાડેજા પાસેથી આવી અપેક્ષાઓ નહોતી. તેણે તેના પિતાની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો : ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સામે નોંધાયો ત્રીજો કેસ, હવે અરવલ્લી પોલીસ મૌલાનીની ધરપકડ કરશે