Rathyatra 2024 : અમદાવાદ (Ahmedabad)માં રથયાત્રા (Rathyatra 2024)નું અનેરું મહત્વ રહેલું છે. રથયાત્રા અમદાવાદવાસીઓની ધાર્મિક એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આગામી 7મી જુલાઈ એટલે કે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2024) નીકળવાની છે. રથયાત્રા પહેલા જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. આજે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરથી વાજતે ગાજતે જલયાત્રાનો પ્રારંભ થયો. હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે વરઘોડા સ્વરૂપે આ જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે.
બપોરે ભગવાન જશે પોતાના મોસાળ સરસપુર
સાબરમતી નદીથી સોમનાથ ભુદરના આરે પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે. આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત છે. આ સાથે જ આ જળયાત્રામાં 1008 મહિલાઓ અને 10થી વધુ ભજન મંડળીઓ જોડાઈ. 501 ભક્તો વિવિધ રંગોના ધ્વજ સાથે જોડાયા. 51 ભક્તો ચાંદીની છડી, છત્ર સાથે જોડાયા. 10 જેટલી કાવડમાં ભગવાન માટે લાવશે પ્રસાદ. જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આજે બપોર બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પોતાના મોસાળ સરસપુર જશે. સરસપુર ખાતે મોસાળવાસીઓ ભગવાનનું સ્વાગત કરશે.
આ પણ વાંચો : Ahmedabad Traffic Drive : હવે રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ ચેતજો ! અમદાવાદ પોલીસ કરશે કડક કાર્યવાહી