Rathyatra 2024 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, રથયાત્રાના વિવિધ રંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર

July 7, 2024

Rathyatra 2024 : અમદાવાદ (Ahmedabad)માં આજે સવારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rathyatra 2024)નો પ્રારંભ થયો હતો, જ્યાં તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ દાયકાઓ જૂની પરંપરા મુજબ ખલાસી સમુદાયના સભ્યો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. આ રથયાત્રા દર વર્ષે અષાઢ માસના બીજા દિવસે કાઢવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ‘મંગલા આરતી’ કરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ કરી હતી. જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથના 400 વર્ષ જૂના મંદિરથી રથયાત્રા શરૂ થાય ત્યારે આ રિવાજના ભાગરૂપે યાત્રાના રૂટને સોનાની સાવરણીથી સાફ કરવાની પરંપરા છે. મંદિર બાદ 1.3 કીમીનું અંતર પૂરું કરતા 4 કલાક જેવો સમય લાગ્યો છે. ત્યારે આ દિવ્ય ક્ષણને નિહાળવા અને તેના સાક્ષી બનવા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. રંગબેરંગી વેશભૂષા અને કારતબોએ લોકોના મન મોહી લીધા.

રથયાત્રા માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આ કાર્યક્રમ માટે 22,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે અને લોકોની હિલચાલ પર નજર રાખવા માટે 20 ડ્રોન તેમજ કેમેરા સાથે ફીટ કરાયેલા કેટલાક ફુગ્ગાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેમાંથી 4,500 જવાનો સમગ્ર 16 કિલોમીટર લાંબા રૂટ પર રથયાત્રાની સાથે જશે, જ્યારે 1,931 જવાનો ટ્રાફિક વ્યવસ્થાપન માટે તૈનાત રહેશે. દાયકાઓ જૂની પરંપરા મુજબ, રથયાત્રા કેટલાક સાંપ્રદાયિક સંવેદનશીલ વિસ્તારો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા બાદ રાત્રે 8 વાગ્યા સુધીમાં પરત ફરશે.

આ યાત્રામાં સામાન્ય રીતે 18 સુસજ્જ હાથી, 100 ટ્રક અને 30 અખાડા સામેલ હોય છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ 1,733 ‘બોડી કેમેરા’ દ્વારા યાત્રા પર ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત યાત્રાના રૂટ પર 47 સ્થળોએ 20 ડ્રોન અને 96 સર્વેલન્સ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોSurat Building Collapse : સુરતમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ

Read More