તિરંગામાં લપેટીને Ratan Tata ના પાર્થિવદેહને લવાયો, અંતિમ દર્શન માટે ઉમટી ભીડ

October 10, 2024

Ratan Tata Passed Away : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) મંગળવારે રાત્રે નિધન થયું છે.   86 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. રતન ટાટાએ બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને થોડા દિવસ પહેલા ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે અહીં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવશે. ગુરુવારે સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટાને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

NCPA ગ્રાઉન્ડ પર રતન ટાટાની છેલ્લી ઝલક

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના કોલાબા સ્થિત નિવાસસ્થાનથી એનસીપીએ ગ્રાઉન્ડ પર લઈ જવામાં આવ્યો હતો.  રતન ટાટાના અંતિમ દર્શન મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં થઈ રહ્યા છે. લોકો અહીં પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અંતિમ દર્શનની તૈયારીઓ પૂર્ણ, મરીન ડ્રાઈવ રોડ બંધ

રતન ટાટાના અંતિમ દર્શન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમના પાર્થિવ દેહને NCPA ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે. આ માટે મરીન ડ્રાઈવ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ

શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પાર્ટીના નેતા રાહુલ કનાલે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને કેન્દ્ર સરકારને ભારત રત્ન માટે રતન ટાટાનું નામ મોકલવાની વિનંતી કરી છે.

કોલાબામાં રતન ટાટાના ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. કોલાબામાં તેમના નિવાસસ્થાનની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા છે. થોડા સમય પછી, તેમના પાર્થિવ દેહને NCPA લઈ જવામાં આવશે, જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત સરકાર વતી રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

આ પણ વાંચો :  Eco Sensitive Zone મામલે કોંગ્રેસે ખેડૂતોને સરકાર સામે લડાઇ લડવા કરી હાંકલ, હવે કોંગ્રેસ કરાવશે મતદાન

Read More

Trending Video