Ratan Tata Passed Away :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ પહોંચી રતન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલિ

October 10, 2024

Ratan Tata Passed Away :ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) મંગળવારે રાત્રે નિધન થયું છે. રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે,જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે. રાજનેતાઓથી લઈને અભિનેતાઓ, ખેલાડીઓ અને સામાન્ય લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, રાજ ઠાકરેથી લઈને કુમાર મંગલમ બિરલા અને રવિ શાસ્ત્રીએ NCPA ગ્રાઉન્ડ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં રતન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં જાણીતા ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાના પાર્થિવ દેહને લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામાં આવ્યો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રની મુલાકાત લીધી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શોક વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે રે, રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી સ્મશાન ભૂમિ ખાતે સાંજે 4 વાગ્યે શરૂ થશે.

ગૃહમંત્રી અમિત શાહે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે મુંબઈના NCPA ગ્રાઉન્ડ ખાતે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ રતન ટાટાના પાર્થિવ દેહની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં વરલી સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.

આ પણ વાંચો :  Ratan Tata ના અવસાન બાદ જેમની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે નોએલ ટાટા કોણ છે? જાણો તેમના સબંધો વિશે

Read More

Trending Video