Ratan Tata Passed Away : અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી , PM મોદીએ નોએલ ટાટા સાથે કરી વાત,જાણો અત્યાર સુધીની અપડેટ્સ

October 10, 2024

Ratan Tata Passed Away : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) 86 વર્ષની વયે નિધન થયુ છે . દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર હતો જેથી તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર જોવા મળી રહી છે.  ટાટા ગ્રુપે રતન ટાટાના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે આ અમારા માટે મોટી ખોટ છે. તેમણે માત્ર ટાટા ગ્રૂપને જ નહીં પરંતુ દેશને પણ આગળ વધાર્યો છે.

રતન ટાટાના નિધનથી દેશમાં શોકની લહેર

દેશભરની સેલિબ્રિટીઓએ પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના નિધન પર દેશ-વિદેશમાં વસતા ભારતીયોએ પણ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં એક દિવસનો રાજ્ય શોક મનાવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યાથી દર્શન માટે NCPAમાં રાખવામાં આવશે.  રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી, મુંબઈમાં કરવામાં આવશે. જેમાં અમિત શાહ પણ ભાગ લેશે.

અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. તે ભારત સરકાર વતી વરલી સ્મશાનભૂમિ પહોંચશે. રતન ટાટાના અંતિમ સંસ્કાર અહીં 3.30 પછી શરૂ થશે. પ્રથમ 45 મિનિટ માટે પ્રાર્થના કરવામાં આવશે. આ પછી ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી

રતન ટાટાના નિધન બાદ પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. રતન ટાટાના ભાઈ નોએલ ટાટા આઇરિશ બિઝનેસમેન છે. જોકે તેનો જન્મ ભારતમાં જ થયો હતો.

ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કાર થશે

રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સૌથી પહેલા મૃતદેહને પ્રાર્થના હોલમાં રાખવામાં આવશે, જ્યાં લગભગ 200 લોકો હાજર રહી શકે છે. લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે. આ પછી મૃતદેહને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં મૂકવામાં આવશે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

રતન ટાટાના અંતિમ દર્શન માટે માર્ગદર્શિકા જારી

મુંબઈ પોલીસે જણાવ્યું છે કે રતન એન ટાટાના પાર્થિવ દેહને ગુરુવાર, 10 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે NCPA લૉન, નરીમાન પોઈન્ટ, મુંબઈમાં લઈ જવામાં આવશે, જેથી સામાન્ય લોકો દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી શકે. સામાન્ય લોકો ગેટ નંબર 3 દ્વારા NCPA લૉનમાં પ્રવેશી શકશે અને ગેટ નંબર 2 દ્વારા બહાર નીકળી શકશે. પરિસરમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. બપોરે 3.30 કલાકે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

મહારાષ્ટ્ર-ઝારખંડમાં રાજ્ય શોકની જાહેરાત

મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે ગુરુવારે ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી હતી. 86 વર્ષીય ટાટાએ બુધવારે રાત્રે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા.

આ પણ વાંચો : દિગ્ગજ ઉદ્યોગપતિ Ratan Tataનું 86 વર્ષની વયે અવસાન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Read More

Trending Video