Ranotsav Tender : રણોત્સવ પર ઘેરાયા સંકટના વાદળો, ટેન્ટસિટી માટે આપવામાં આવતા ટેન્ડરને હાઇકોર્ટે કેમ કર્યું રદ્દ ?

September 5, 2024

Ranotsav Tender : ગુજરાતમાં કચ્છનું સફેદ રણ આમ તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. કચ્છના સફેદ રણ (The Great run Of Kutch)ને લીધે સમગ્ર કચ્છને વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે. કચ્છના ધોરડોમાં દર વર્ષે રણોત્સવ (Ranotsav) યોજાય છે. આ રણોત્સવને કારણે હજારો લોકો દર વર્ષે કચ્છના સફેદ રણની મુલાકાતે આવે છે. અને અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાઓથી ખુશ થઈને જતા હોય છે. પરંતુ આ વર્ષે રણોત્સવ યોજાશે કે નહિ તેમાં પણ શંકાને સ્થાન છે. કારણ કે આ વખતે ધોરડો ટેન્ટસિટી માટે જે ટેન્ડર પાસ થયું તેને હવે હાઇકોર્ટે રદ્દ કરી નાખ્યું છે.

ગુજરાત હાઇકોર્ટે ટેન્ટસિટી માટેનું ટેન્ડર કર્યું રદ્દ

કચ્છના ધોરડો (Dhordo)માં દર વર્ષે રણોત્સવ યોજાઈ છે. આ રણમાં રહેવાની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી અને લોકોમાં આકર્ષણ ઉભું કરવા ત્યાં ટેન્ટસીટી ઉભું કરવામાં આવે છે. પરંતુ ગુજરાત ટુરિઝમના અધિકારીઓના વાંકે રણોત્સવના આયોજન પર સંકટનાં વાદળો ઘેરાયા છે. આ ટેન્ટસીટી બનાવવા માટે આ વર્ષે પ્રવેગ નામની કંપનીનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ ટેન્ડર પાસ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં તેની વિરુદ્ધમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરાઈ અને ગુજરાત ટુરિઝમ દ્વારા અપાયેલ આ ટેન્ડર રદ્દ કરી દેવામાં આવ્યું છે. આજે આ મામલે નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું કે, એવી તો કેવી મજબૂરી હતી કે નિયમો વિપરીત જઈને Pravegને ટેન્ડર આપવા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ. (TCGL) એ નિયમોની પણ પરવાહ ન કરી.

જે બાદ હવે રણોત્સવને તો માત્ર થોડો જ સમય બાકી છે. ત્યારે અચાનક ટેન્ડરમાં ગડબડીને હવે આ રણોત્સવ યોજાશે કે નહિ તે પણ એક સવાલ છે. સાથે જ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ. (TCGL) જ આ પ્રકારના મોટા ટેન્ડર આ રીતે પાસ કરી દેવામાં આવે તો હવે કોના પર ભરોસો કરવો તે પણ વિચારવું પડે તેવી વાત છે. અને આ પ્રકારના મોટા ટેન્ડરમાં જો પારદર્શિતા નહિ જળવાય તો હવે દરેક જગ્યાએ ભ્ર્ષ્ટાચાર થાય છે તેવું માની લેવું ખોટું નથી. સાથે જ હવે પ્રશ્ન એ છે કે મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટમાં તો ક્યાંક હવે ભ્રષ્ટાચાર નથી થઇ રહ્યો ને ?

આ પણ વાંચોGanesh Gondal ને જામીન મેળવવા માટે હજુ જોવી પડશે રાહ, જુઓ હવે ક્યારે જામીન અરજી પર હાઇકોર્ટમાં થશે સુનાવણી ?

Read More

Trending Video