Ran Utsav Tendar : ગુજરાતમાં કચ્છનું સફેદ રણ આમ તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. કચ્છના સફેદ રણ (The Great run Of Kutch)ને લીધે સમગ્ર કચ્છને વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે. કચ્છના ધોરડોમાં દર વર્ષે રણોત્સવ (Ranotsav) યોજાય છે. આ રણોત્સવને કારણે હજારો લોકો દર વર્ષે કચ્છના સફેદ રણની મુલાકાતે આવે છે. અને અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાઓથી ખુશ થઈને જતા હોય છે. આ વર્ષે હાઇકોર્ટે રણોત્સવ માટેનું ટેન્ડર રદ્દ કર્યું હતું. જે બાદ આજે ફરીથી આ ટેન્ડરની જાહેરાત આપવામાં આવી છે.
વડાપ્રધાનના જન્મદિવસે ટેન્ડર ખોલવામાં આવશે
દર વર્ષે સૌ કોઈ ધોરડો રણોત્સવની મુલાકાત લેતા હોય છે. ત્યારે હવે આ વર્ષે Praveg Ltd.નું ટેન્ડર ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ. (TCGL) દ્વારા પાસ કરવામાં આવ્યું હતું. જે બાદ આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા Praveg Ltd.નું ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એક વખત આ ટેન્ડર ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. પરંતુ આ વખતે એક ખાસ વાત એ છે કે આ ટેન્ડર 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મદિવસના દિવસે ખોલવામાં આવશે. ત્યારે મોદીજીના ડ્રિમ પ્રોજેક્ટ ધોરડો રણોત્સવ પર હવે કાળો દાગ ન લાગે તે પણ ધ્યાન રાખવામાં આવે. નહિ તો આ વખતે રણોત્સવ પર તો સંકટના વાદળ ઘેરાઈ ગયા છે. અને રણોત્સવ યોજાશે કે નહિ તેના પર પણ શંકા છે.
શું છે સમગ્ર મામલો ?
આ ટેન્ડર પાસ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં તેની વિરુદ્ધમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને ગુજરાત ટુરિઝમ દ્વારા અપાયેલ આ ટેન્ડર રદ્દ કરી દેવામાં આવ્યું હતું. આજે આ મામલે નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, એવી તો કેવી મજબૂરી હતી કે નિયમો વિપરીત જઈને Pravegને ટેન્ડર આપવા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ. (TCGL) એ નિયમોની પણ પરવાહ ન કરી.
હવે રણોત્સવને તો માત્ર થોડો જ સમય બાકી છે. ત્યારે આ ટેન્ડર અચાનક હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યું અને હવે નવા ટેન્ડરની જાહેરાત બહાર પાડવામાં આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ટેન્ડર તો ખોલવાનું જ વડાપ્રધાનના જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે છે. ત્યારે હવે આ દિવસે ટેન્ડર ખુલે અને તેમાં કોઈ ગડબડી સામે ન આવે તો જ રણોત્સવ યોજાશે. હવે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પર હવે કાળા દાગ લાગી રહ્યા હોય તેવા ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. ત્યારે સાથે જ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ. (TCGL) જ આ પ્રકારના મોટા ટેન્ડર આ રીતે પાસ કરી દેવામાં આવે તો હવે કોના પર ભરોસો કરવો તે પણ વિચારવું પડે તેવી વાત છે. અને આ પ્રકારના મોટા ટેન્ડરમાં જો પારદર્શિતા નહિ જળવાય તો હવે દરેક જગ્યાએ ભ્ર્ષ્ટાચાર થાય છે તેવું માની લેવું ખોટું નથી.
આ પણ વાંચો : Dilip Sanghani : સહકારિતા ક્ષેત્રના દિગ્ગજ બે પાટીદારો વચ્ચે કરશે મધ્યસ્થી, દિલીપ સંઘાણીએ આ મામલે શું કહ્યું ?