Ramban Accident :જમ્મુ અને કાશ્મીરના રામબનમાં અમરનાથ યાત્રાળુઓથી ભરેલી 5 બસો અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં લગભગ 36 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમની સારવાર જિલ્લા હોસ્પિટલ રામબનમાં ચાલી રહી છે. આ અકસ્માત ચંદ્રકોટમાં લંગર સ્થળ પાસે થયો હતો. અકસ્માતની માહિતી આપતા રામબનના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલ્યાસ ખાને અકસ્માતનું કારણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે ચંદ્રકોટમાં લંગર સ્થળ પાસે બસો ઉભી રહી હતી. જ્યારે બસો મુસાફરો સાથે રવાના થવા લાગી ત્યારે એક બસના બ્રેક કામ ન કરતા અને પાછળ ઉભેલી 4 અન્ય બસો એકબીજા સાથે અથડાઈ ગઈ. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને પણ અકસ્માતની માહિતી આપવામાં આવી છે. તેમણે ટ્વિટ કરીને દેશવાસીઓને અકસ્માત વિશે જણાવ્યું અને એમ પણ કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અમરનાથ યાત્રાળુઓની સલામતી માટે તેમના પર નજર રાખવામાં આવી રહી છે. આ અકસ્માત જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો.
#WATCH | The last vehicle of the Pahalgam convoy lost control and hit stranded vehicles at the Chanderkot Langer site, damaging 4 vehicles and causing minor injuries to 36 Yatris. The injured have been immediately shifted to DH Ramban: Deputy Commissioner (DEO), Ramban
(Visuals… pic.twitter.com/dZtrcFS6Bd
— ANI (@ANI) July 5, 2025
ડોક્ટરે ઘાયલોની સ્થિતિ વિશે જણાવ્યું
રામબન જિલ્લા હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. મોહમ્મદ રફીએ જણાવ્યું કે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓની એક બસ બીજી બસ સાથે અથડાઈ હતી. લગભગ 5 બસો એકબીજા સાથે અથડાઈ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા કુલ 36 દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હતા, જેમની સારવાર કરવામાં આવી છે. કોઈપણ ઘાયલ મુસાફરને બીજી હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર નહોતી. 10 દર્દીઓને રજા આપવામાં આવી છે અને બાકીના દર્દીઓ પણ સ્વસ્થ છે. પહેલગામથી નીકળેલા કાફલાના છેલ્લા વાહને કાબુ ગુમાવ્યો હતો અને બ્રેક્સ કામ કરી રહી ન હતી. તેથી, તે વાહન ચંદ્રકોટમાં ફસાયેલી બસો સાથે અથડાયું હતું. 4 બસોને નુકસાન થયું છે. વહીવટીતંત્રે મુસાફરોને આગળ લઈ જવા માટે અન્ય વાહનોની વ્યવસ્થા કરી છે. નુકસાન પામેલી બસોને જપ્ત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. પોલીસે અકસ્માતની તપાસ માટે બસ ડ્રાઇવરનું નિવેદન નોંધ્યું છે. વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા.
#WATCH | Ramban, J&K: Mohammed Alyas Khan, Deputy Commissioner Ramban, says “A bus could not apply brakes near Chanderkot Langer site and it collided with four other buses. A total of 36 pilgrims have sustained minor injuries. The patients were treated at the hospital. Alternate… https://t.co/3gdewyVKPh pic.twitter.com/EbGkfyiq9P
— ANI (@ANI) July 5, 2025
ચોથી ટુકડી આજે સવારે યાત્રા માટે રવાના થઈ
અહેવાલ મુજબ આજે સવારે 3:30 થી 4 વાગ્યાની વચ્ચે 2 અલગ અલગ કાફલામાં 6979યાત્રાળુઓનો ચોથો જથ્થો રવાના થયો હતો. 6979યાત્રાળુઓમાં 5196પુરુષો, 1427મહિલાઓ, 24 બાળકો, 331 સાધુ-સાધ્વી અને એક ટ્રાન્સજેન્ડર યાત્રાળુ છે. 48 કિમી લાંબા પહેલગામ માર્ગે 161 વાહનોમાં 4226 યાત્રાળુઓ રવાના થયા. 14 કિમી લાંબા બાલટાલ માર્ગ પર 151 વાહનોમાં 2753યાત્રાળુઓ રવાના થયા.
આ પણ વાંચો:પાકિસ્તાન હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા તૈયાર, Bilawal bhuttoનું મોટું નિવેદન