Raju Solanki : ગુજરાતનો બહુચર્ચિત ગણેશ ગોંડલ કેસના પીડિત સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ દલિત સમાજ આગેવાન રાજુ સોલંકી સહીત 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જયારે રાજુ સોલંકી સહીત 4 સામે ગુજસીટોકમાં કોર્ટે પોલીસને તપાસ હાથ ધરવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા અને તેની સાથે રાજુ સોલંકીના ભાઈ જવા સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના પણ 2 દિવસના રિમાન્ડ મંજુર થતા તેની પૂછપરછમાં તેની સંપત્તિ અને અને અન્ય ગુનાઓને લઈને પોલીસ દ્વારા નવા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે.
રાજુ સોલંકી સામે 3 ઓગસ્ટ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ રાજુ સોલાંકી સહીત 4 ની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તે બધાને સુરત લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાનો વધુ એક આરોપી જવા સોલંકીની પૂછપરછ કરતા તેના ઘરમાંથી કુલ 116 શકાસ્પદ દસ્તાવેજો મળી આવેલા છે, અન્ય વ્યક્તિના વાહનના દસ્તાવેજ, કોરા સ્ટેમ્પ પેપર, અન્ય વ્યક્તિઓની આર.સી બુક સહિતના દસ્તાવેજો મળી આવેલ છે. જૂનાગઢ શહેરની પ્રજા અને આસપાસના ગામના કેટલાક લોકો આ ટોળકીના ત્રાસથી ત્રસ્ત છે તેવું પણ જાણવા મળ્યું છે. હવે આ સાથે જ આ મામલે શું નવા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહ્યું.