Raju Solanki challenged Jayaraj Singh : ગોંડલના ભાજપ (BJP)ના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે એટ્રોસિટી (Atrocity) અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલે જુનાગઢના દલિત યુવક સંજય સોલંકી (Sanjay solanki)નું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. આ મામલે દિત સમાજ હવે આકરા પાણીએ છે. ગણેશ ગોંડલનો કેસ હજુ ચાલું છે. ત્યારે પીડિતના પિતા સંજય સોલંકીના પિતા અને દલિત સમાજના આગેવાનો હજુ પણ આ મામલે આકરા પાણીએ છે. આજે દલીત સમાજના જાહેર મંચ પરથી રાજુ સોલંકીએ જયરાજસિંહને ખુલ્લો પડકાર ફેંકતા આ મામલો વધુ ગરમાયો છે.
રાજુ સોલંકીએ જાહેર મંચ પરથી જયરાજસિંહને ફેંક્યો પડકાર
રાજુ સોલંકીએ કહ્યું હતુ કે, જ્યરાજસિંહથી આખુ ગુજરાત બીવે છે તેના સામે ચેલેંન્જ કરવા માટે હુ ગોંડલ ગયો હતો. અને જ્યરાજસિંહ આપણાથી બીવે છે. કયારે મે હિંત કરી ત્યારેને, આપણે ત્યારે પણ કહ્યુ હતુ કે, તેને ગમે ત્યારે બાજવું હોય તો તે બાપ દીકરો અને આપણે બે , કાલેય કીધું હતુ અને આજેય કહુ છું જયરાજસિંહ તૈયાર હોય તો આપણે તૈયાર છીએ. આખો ઈતિહાસ કાઢ્યો , કે સોલંકી પરિવારમાં 17 કેસ તો કોઈ મારવા આવે તો માર ખાવો અમારે …મારવા આવે તો તેને પાડી જ દેવાનો હોય.
રાજુ સોલંકી સહિતના આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટેના ફોર્મ લેવા પહોંચ્યા
મહત્વનું છે કે, રાજુ સોલંકીએ 8 જુલાઈના જુનાગઢ અને મોટી મોણપરી ખાતે આયોજિત અનુસૂચિત જાતિ સંમેલન કાર્યક્રમ બાબતે નિવેદન આપતા કહ્યું હતુ કે, આ કાર્યક્રમમાં 15 ઓગસ્ટ રજુઆત કરવા ગાંધીનગર જશે તની સત્તાવાર જાહેરાત કરવામા આવશે. અહીં પ્રદેશ પ્રમુખ Patil સમક્ષ આવેદન આપીને ન્યાય માટે ગણેશના માતા MLA ગીતાબાનું રાજીનામુ લેવાય તેવી માંગ કરવામા આવશે અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો સોલંકી પરીવાર ઈસ્લામ અંગીકાર કરશે’ તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટેના ફોર્મ લેવા પહોંચ્યા હતા. ફોર્મ લેવા આવેલા રાજુ સોલંકીએ કહ્યુ હતુ કે, આવનાર સમયમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો 150થી વધુ પરિવારો સાથે હું રાજુમાંથી રફીક બનવા જઈ રહ્યો છું.
આ પણ વાંચો : જેટલી વખત વાઈબ્રન્ટ થયા ભાજપના મળતીયાઓને રોજગાર મળ્યો, ગુજરાતીઓને શું લાભ થયો તેનો હિસાબ ભાજપ આપે : Manish Doshi