Raju Solanki : જયરાજસિંહને ચેલેન્જ કરનાર રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજુર, જૂનાગઢ પોલીસે 5 દિવસના રિમાન્ડની કરી હતી માંગ

August 4, 2024

Raju Solanki : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલ ગણેશ ગોંડલ કેસ (Ganesh gondal Case)માં ફરિયાદી રાજુ સોલંકી (Raju Solanki) અને તેનો પુત્ર સંજય સોલંકી (Sanjay Solanki)એ FIR દાખલ કરી હતી. પરંતુ ગઈકાલે ગુજસીટોકના હેઠળ ગુનો રાજુ સોલંકી અને સંજય સોલંકી સહીત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિતના પાંચ લોકોના આજે 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે જૂનાગઢ પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ સાથે જ આ મામલે હવે તપાસના મુખ્ય મુદ્દાઓમાં રજુ સોલંકી અને તેની ટોળકી દ્વારા જે ગુનાઓ કરવામાં આવ્યા તેમાં કોઈ પીડિત છે કે નહિ. બીજું કે રજુ સોલંકી કઈ રીતે કાવતરું ઘડતો હતો. તેમની સાથે ટોળકીમાં બીજું કોણ કોણ સામેલ છે. આ ગુનાઓ કર્યા તે ગુનામાંથી તેને બેનામી સંપત્તિ ભેગી કરી છે કે નહિ.

કોર્ટમાં રિમાન્ડ મંજુર થયા બાદ રાજુ સોલંકીએ કહ્યું હતું કે, જયરાજસિંહની ધરપકડ કરવાની માંગ કરી જેને લઈને હવે સરકાર અને પોલીસ અમારી પર ખોટો ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોShaktisinh Gohil : જીગ્નેશ મેવાણી સામે ફરિયાદ થતા શક્તિસિંહ ગોહીલનો રોષ છલક્યો, પોલીસ અને હર્ષ સંઘવી પર ગુસ્સે ભરાયા

Read More

Trending Video