Rajkot Women Protest : રાજકોટમાં નપાણીયા તંત્ર સામે મહિલાઓ આકરા પાણીએ, રણચંડી બની કર્યો હાઇવે ચક્કાજામ

September 24, 2024

Rajkot Women Protest : સૌરાષ્ટ્રમાં રાજકોટ એ મહાનગર કહી શકાય તેની વ્યાખ્યામાં આવવા તૈયાર છે. રાજકોટ બધી સુવિધાઓથી સજ્જ છે તેવું સરકારના નેતાઓ અને તંત્ર કહી રહ્યું હોય છે. ત્યારે આજે આ મહિલાઓએ તંત્રને કારણે હવે રસ્તાઓ ચક્કાજામ કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં ગમે તેટલો સારો વરસાદ થાય પણ આ નપાણીયા તંત્ર અને સરકાર લોકો સુધી તેમની પ્રાથમિક જીવન જરૂરિયાત એવું પાણી પણ પહોંચાડી શકતું નથી. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી. જેમાં મહિલાઓએ રણચંડી બની અને રસ્તા ચક્કાજામ કર્યું છે. વિકાસની વાતો કરતી સરકાર પણ લોકો સુધી પહોંચાડી સકતી નથી.

રાજકોટમાં મહિલાઓનો ઉગ્ર વિરોધ

ગુજરાતમાં અને સૌરાષ્ટમાં આ વર્ષે વરસાદ પૂરતા પ્રમાણમાં પડ્યો છે.. તેમ છતાં રાજકોટના છેવાડાના વિસ્તારોમાં રોડ-રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. સારો વરસાદ અને નર્મદાનાં નીર મળતાં હોવા છતાં શહેરમાં નવા ભળેલા અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. રોજના કકળાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ-મેટોડા-કાલાવડ હાઈવે બ્લોક કરી દીધો. માથે બેડાં લઇ મહિલાઓ પહોંચતા હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત કરીએ છીએ તો RMC-RUDA એકબીજાને ખો આપે છે, તો શું અમે પાકિસ્તાનમાં આવીએ છીએ. જો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના જ વિસ્તારમાં આવી સ્થિતિ હોય તો હવે અન્ય વિસ્તારની તો વાત જ શું કરવી.

સવારના સમયે કણકોટના પાટિયા પાસે મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા બે મહિનાથી પાણી મળતું ન હોવાના આરોપ સાથે મહિલાઓ બેડાં લઈને રસ્તા પર ઊતરી આવી હતી. મહિલાઓ રસ્તા ઉપર ઊતરતા રાજકોટ-મેટોડા-કાલાવડ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. લાંબા સમયથી પાણી ન મળવાને કારણે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. માત્ર પાણીની સમસસ્યા નથી કણકોટ વિસ્તારમાં રોડ-રસ્તા, ગટર લાઈન પાણી તમામ બાબતે સ્થાનિકો હેરાન પરેશાન છે તેમ છતાં RMC અને RUDA એમનું સાંભળતા નથી અને એટલા માટે આજે મહિલાઓ દ્વારા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે શું આ મહિલાઓની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે ખરું ?

આ પણ વાંચોKarshandas Bapu : દાહોદની ઘટના પર કોંગ્રેસ બાદ હવે AAP નેતાએ પણ ઠાલવ્યો રોષ, કરશનદાસ બાપુએ આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી

Read More

Trending Video