Rajkot: RMCના પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, તપાસમાં થયો મોટો ખુલાસો

August 6, 2024

Rajkot: ગઇ કાલે રાજકોટ મહાનગરપાલિકાના (RMC) પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના (Alpana Mitra) ઘરે વિજિલન્સની (Vigilance) ટીમે દરોડા પાડ્યા હતા. વિજિલન્સની ટીમે અલ્પના મિત્રાના ઘરે તપાસ કરતા તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હતા.જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના (Municipal Corporation) 45 પ્રોજેક્ટની ફાઈલ જપ્ત, કેટલાક રજીસ્ટરો સામેલ હતા. મહત્વનું છે કે, જૂની તારીખમાં સહી કરી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરવાની ગોઠવણ થતી હોવાની માહિતી પરથી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની (Devang Desai) સૂચનાથી વિજિલન્સની કાર્યવાહી કરવામા આવી છે. ચોંકાવનારી વાત તો તે છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 જેટલા કર્મચારી પણ અલ્પના મિત્રાને ઘેર મળી આવ્યા હતા. જેથી હવે આ પાંચ કર્મચારી સામે પણ  આકરા પગલા લેવામાં આવી શકે છે. જો કે જ્યારે આ દરોડા પાડવામાં આવ્યા ત્યારે પોતાને કંઈજ ખબર ન હોવાનો આશ્ચર્યજનક એકરાર અલ્પના મિત્રાએ કર્યો હતો.

પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ખુબ જ ખદબદી રહ્યો છે. એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓના કોંભાંડો સામે આવી રહ્યા છે.  રાજકોટમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ શરૂ કરાઇ હતી.થોડા સમય પહેલા જ આવાસ યોજના કોભાંડમાં RMCના પૂર્વ સિટી ઈજનેર અલ્પના મિત્રાનું નામ આવ્યું હતું. જે બાદ તેમને રાજીનામુ આપી દીધું હતું. તેમને આ રાજીનામુ પારિવારિક કારણોસર આપ્યું હોવાનું જણાવ્યું હતુ પરંતુ આવાસ કૌભાંડને કારણે રાજીનામું આપ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તપાસમાં મોટો ખુલાસો થયો

વિજિલન્સની ટીમે અલ્પના મિત્રાના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેના ઘરેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના 45 પ્રોજેક્ટની ફાઈલ, કેટલાક રજીસ્ટરો પણ મળી આવ્યા હતા. વિજિલન્સની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, અલ્પના મિત્રા રાજીનામા બાદ ઘરેથી જ ચલાવતી હતી ઓફિસ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 ઈજેનરો ફાઈલો લઈને અલ્પનાના ઘરે આવ્યા હતા. જુની તારીખમાં અલ્પના મિત્રાની સહિ લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. PPP યોજના આવાસની ફાળવણીમાં અલ્પના મિત્રાની ભૂમિકાનો આજે પર્દાફાશ થયો છે.

 પોતાના ઘરે દસ્તાવેજો મળવા અંગે અલ્પના મિત્રાએ શું કહ્યું ?

આ મામલે અલ્પના મિત્રાએ કહ્યું હતુ કે હુ બાહર હતી મને નથી ખબર કે આ બધુ ક્યાંથી આવ્યું મારા ઘરે. કોઈ તેમના ઘરે આ દસ્તાવેજો મુક ગયું હોવાની આશંકા તેમને વ્યક્ત કરી હતી.તેમને કહ્યુ કે, મેં જ્યારથી રાજીનામુ મુક્યું ત્યારથી મને અધિકારીઓ કહી રહ્યા હતા કે જુની ફાઈલોમાં સાઈન કરી દ્યો તો મેં સહી કરવાની સ્પષ્ટ ના પાડી હતી. જો કે જ્યારે સીસીટીવી સામે આવશે ત્યારે ખુલાસો થઈ જશે કે તેમના ઘરે ખરેખર કોઈ દસ્તાવેજો મુકવા આવ્યું હતુ કે, નહીં. આ મામલે જેની પણ સંડોવણી સામે આવશે તેની સામે મ્યુનસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા શખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જરુર જણાશે તો આ તમામ ઈજેનરોને પણ સસ્પેન્ડ કરી દેવાશે.

અલ્પના મિત્રાનું રાજીનામુ ચર્ચાનો વિષય બન્યો

મહત્વનું છે કે, અલ્પના મિત્રા પહેલાથી જ કૌભાંડી અધિકારીની છાપ ધરાવે છે. PPP યોજના સહિતના અનેક કૌભાંડમાં તેની સંજોવણી પણ બહાર આવી હતી. ત્યારે અલ્પની મિત્રાએ કંટાળીને રાજીનામુ આપ્યું છે કે તેનું રાજીનામુ લેવાયું છે તે ચર્ચાએ જોર પકડ઼યું છે. અત્યારે તમામ દિશાઓ તરફ તપાસનો ધમધમાટ શરુ થયો છે. તમને જણાવી દઈએ કે, જ્યારે અલ્પના મિત્રાએ રાજીનામુ આપ્યું ત્યારે તેની પાસે કૂલ 7 જેટલા ડિપાર્ટમેન્ટનો ચાર્જ તેની પાસે હતો. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે, જે ઈજનરો તેની પાસે ફાઈલો લઈને આવ્યા હતા તેમાં પણ ભ્રષ્ટાચારની શંકા છે રાજીનામુ આપ્યા બાદ અલ્પના મિત્રા પાસે ફાઈલો લઈને સહી કરાવવા માટે કેમ ગયા ? જો આ મામલે યોગ્ય તપાસ થાય અને ઢાંક પીછોડો ન થાય તો અનેકના નામ ખુલે તેવી શક્યતા છે.

આ પણ  વાંચો : Gandhinagar : ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને AAP પાર્ટીનું સમર્થન, પ્રવીણ રામે સરકાર સામે ઉચ્ચારી ચીમકી

Read More

Trending Video