rajkot trp gaming zone fire : ગુજરાતભરને હચમચાવી નાખનાર TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં ( trp gaming zone fire) મોતને ભેટેલા મૃતકોના પરિવારજનો આજે ગાંધીનગરમાં (Gandhinagar) જશે અહીં તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (cm bhupendr patel) મળીને પોતાની વેદના વર્ણવશે. અગ્નિકાંડ મામલે હવે રાજનીતિમાં (Politics) ભારે ગરમાવો આવ્યો છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પીડીત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી.ત્યારે આજે પીડિત પરિવારોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું તેડું આવ્યું છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની (Bhanuben Babaria) આગેવાની હેઠળ પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા છે.
પિડીત પરિવારો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યાં
TRP અગ્નિકાંડના 24 પરિવારના એક થી બે વ્યક્તિ મળી આખું પ્રતિનિધિ મંડળ બપોરે 1:00 વાગે મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રીને મળશે. તેમની સાથે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સહિતનું પ્રતિનિધિ મંડળ પણ ગાંધીનગર પહોંચ્યું છે.ત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડીતોને હૈયાધારણ આપી રાજ્ય સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
પરિવારજનોએ કરી છે આ માંગ
મહત્વનું છે કે, TRP અગ્નિકાંડ પિડીત પરિવારોએ ન્યાય માટે પીએમ મોદી , અમિત શાહ, ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલને રજુઆત કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતુ કે, આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરાવામા આવી છે પરંતુ પડદા પાછળના ખરા આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાઆવી નથી. જેથી આ કેસની તપાસ માટે સુપરવિઝન કમિટિ બે દિવસમાં બનાવવાની, આ સાથે તપાસ ટીમમાં ips સુધા પાંડે, સુજાતા મજુમદાર અને નિર્લિપ્ત રાય આ ત્રણમાંથી કોઈ પણ બે અધિકારીઓને લેવામા આવે, આ ઘટનાની ટ્રાયલ છ માસમાં પૂર્ણ થાય, આમાં જે પણ નેતાઓની મીલીભગત હોય તેની તપાસ થાય અને તેની સામે તાયદેસની કાર્યવાહી કરવામા આવે, તેમજ આ ગેમઝોન ચલાવવા માટે જે પણ વિભાગના અધિકારીએ મંજૂરી અપાવી હોય તેની ધરપકડ થાય અને તટસ્થ તપાસ થાય,
આ ગેમઝોનમાં અગાઉ એક આઈપીએસ અધિકારીના જન્મ દિવસની પાર્ટી જવવા ગયેલા તે સંબંધેના કોટોગ્રાફસ “trp_games-food- entertainment” INSTAGRAM પર શેર કરેલ છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે વખતના રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુ, એસ.પી. બલરામ મીણા, મ્યુનિસિપાલિટી કમિશ્નર અમિત અરોરા, ડી.સી.પી.ઝોન-1 પ્રવિણ મિશ્રા તથા ડી.આર.એમ. રાજકોટ રેલવે સહિતના અન્ય જવાબદાર અધિકારીઓ હાજર હતા અને તે પૈકી જે જવાબદાર અધિકારી હોય તેની આ ગુનાના કામે પ૨ ધરપકડ થાય અને અન્ય અધિકારીઓને આ ગુનાના કામે સાહેદ તરીકે લેવામાં આવે અને તમામની ગેરકાયદેસરની સંપતિની CBI દ્વારા તપાસ થાય.
આ સાથે સામુહિક હત્યાકાંડના ગુનામાં મૃત્યુ દંડની સજાની જોગવાઈ કરવાનો સુધારો આ સંસદના ચાલુ સત્ર દરમિચાન કરવામા આવે અને તે કોર્ટમાં પેન્ડિંગ તમામ કેસ પર લાગુ પડે તે મુજબનો સુધારો કરવાની માંગ, આ સાથે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેમાંથી મૃતકોના પરિવારજોનોને 50 લાખથી વધુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામા આવે.
આ પણ વાંચો : Gujarat Congress ના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ