Rajkot TRP GameZone : સત્યશોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ ન હોવાનો આપ્યો રિપોર્ટ

August 1, 2024

Rajkot TRP GameZone : રાજકોટ ટીઆરપી ગેમઝોન (Rajkot TRP GameZone) અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આ કેસમાં બે IAS ને ક્લીનચીટ (Clean cheat) આપવામા આવી છે. હાઈકોર્ટે (Gujarat high court) બનાવેલી સત્ય શોધક સમિતિએ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ (Anand Patel) અને અમિત અરોરાને (Amit Arora) ક્લીનચીટ આપી દીધી છે. મહત્વનું છે કે, વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની સત્તા ટીપી શાખા પાસે હોવાથી બંને IAS નો રોલ ન હોવાથી ક્લીનચીટ મળી છે.

રાજકોટ અગ્નિકાંડમાં બે IAS અધિકારીઓને ક્લીનચીટ

ઉલ્લેખનીય છે કે, 25 મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 11 બાળકો સહિત કુલ 27 લોકો જીવતા ભળથું થઈ ગયા હતા. આ મામલે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આઈએએસની એક વધારાની સમિતિ રચવામાં આવી હતી.ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિમાં મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરવામા આવ્યો હતો . આ સમિતિ દ્વારા પણ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો . આ રિપોર્ટ સુપરત કરતા પહેલા કમિટી દ્વારા રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા આનંદ પટેલની પૂછપરછ કરાઈ હતી. બન્ને અધિકારીની પૂછપરછ બાદ હવે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ સત્ય શોધક સમિતિએ આઈએએસ ઓફિસરને ક્લીનચીટ આપી છે.

બર્થ-ડે પાર્ટી ઉજવવા ગયેલા 4 અધિકારીઓને પણ ક્લીનચીટ

બર્થ-ડે પાર્ટી ઉજવવા ગયેલા ગેમઝોનમાં ગયેલા અધિકારીઓની તસવીરો વાયરલ થઈ હતી જે બાદ આ અધિકારીઓની પણ તપાસ હાથ ધરવામા આવી હતી ત્યારે IAS અધિકારીઓની સાથે અન્ય ગેમઝોનમાં બર્થ-ડે પાર્ટી ઉજવવા ગયેલા 4 અધિકારીઓને પણ ક્લીનચીટ આપવામા આવી છે.

હાઇકોર્ટના નિર્ણય તરફ સૌ કોઈની મીટ

રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડની ઘટના બાદ સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. જે બાદ SITએ સો પાનાના અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. આ રીપોર્ટમાં એસઆઈટીએ આ ઘટના માટે ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.  ત્યારે આ કેસમાં હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌકોઈની નજર છે.

Surendranagar: વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના કારણે મોત

Read More

Trending Video