Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા (Mansukh Sagathiya) પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવી છે ગઈ કાલે સાગઠિયાની ઓફિસમા ગઈ કાલે એસીબીએ (ACB) તપાસ કરી હતી. આ તપાસમાં 5 કરોડ રુપિયાની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હતું ત્યારે મનસુખસાગઠિયાની સાથે ભાજપના જ કોઈ નેતાની સંડોવણી હોવાની શક્યતા પહેલી જ વ્યક્ત કરવામા આવી રહી હતી. ત્યારે મનસુખ સાગઠિયા આ કેસમાં બરાબર ફસાતા હવે ભ્રષ્ટ નેતાઓની ઉંઘ હરામ થઈ છે. ત્યારે મીડિયાના કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામા આવ્યો છે કે,એક પૂર્વ ધારાસભ્ય અને કોર્પોર્ટેર ક્રાઈમ બ્રાંચની કચેરીમાં સાગઠિયાને મળવા ગયા હતા અને સાગઠિયા સાથે તેમણે કેટલીક ગુપ્ત વાતચીત પણ કરી હતી.
ભાજપના નેતા સાગઠિયાને મળ્યા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સીનિયર આગેવાન રમેશ રૂપાપરા ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મનસુખ સાગઠિયાને મળ્યા હતા.તેમની સાથે વોર્ડ નં.1ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા પણ સાગઠિયાને મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બંન્ને નેતાઓએ સાગઠિયા સાથે વાતચીત કરી હોવાનો દાવો કરવામા આવ્યો છે.
શું સાગઠિયાને ફોડવાનો પ્રયાસ કરવામા આવ્યો ?
આ રિપોર્ટ સામે આવતા એવું લાગી રહ્યું છે કે, પોતાનું નામ ન આવે તે માટે સાગઠિયાને ફોડવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. ભાજના આ બે નેતાઓ સાગઠિયાને કેમ મળ્યા ? શું સાગઠિયા ભાજપના ભ્રષ્ટ નેતાઓનું નામ ન લે તેના માટે પ્રયાસ કરવામા આવી રહ્યા છે. આ સાથે પોલીસ પર અનેક સવાલ થઈ રહ્યા છે. જોકે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નિયુક્ત SIT આ મુલાકાતનો ઈન્કાર કરે છે.
જીગ્નેશ મેવાણીએ લગાવ્યો હતો આરોપ
મહત્ત્વનું છે કે,અગાઉ જીગ્નેશ મેવાણીએ પણ ભાજપના એક પૂર્વ ધારાસભ્ય અને મનસુખ સાગઠિયા વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. ત્યારે જે પ્રમાણે સાગઠિયાની મુશ્કેલી વધી રહી છે તે જોતા ભાજપના ભ્રષ્ટ નેતાઓનુ ટેન્શન પણ વધી રહ્યું તેવું લાગી રહ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે, સાગઠિયાની ભાજપના નેતાઓ ફાઈલો પાસ કરાવીને સાઠ-ગાઠથી કરોડો રૂપિયા કમાતા હતા અને તેમાંથી સાગઠિયાને પણ હિસ્સો મળતો હતો. ત્યારે સાગઠિયાની કરોડોની અપ્રમાણસર મિલકત જપ્ત થતા ભાજપના ભ્રષ્ટ નેતાઓમાં ભય છ કે તેમનું નામ ન બહાર આવે તેના માટે તેઓ ધમપછાડા કરી રહ્યા છે ત્યારે જો યોગ્ય તપાસ કરવામા આવે તો આ નેતાઓ વિશે પણ મોટા ધડાકા થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Parliament Session 2024: સાચું સાંભળવાની હિંમત નથી એટલે તેઓ મેદાન છોડીને ભાગ્યા : PM Modi