Rajkot TRP GameZone Fire : સા’ગઠીયા’ની કાળી કમાણીનો પટારો ખુલ્યો, એટલી રકમ અને સોનું હાથ લાગ્યું કે જોઈને આંખો પહોળી થઈ જશે !

July 2, 2024

Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની (Mansukh Sagathiya)ઓફિસ ખાતે એસીબીની (ACB)તપાસ ચાલી રહી છે. ત્યારે મનસુખ સાગઠીયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાંથી કરોડોની રકમ અને ઘરેણા હાથ લાગ્યા છે. જેમાં જેમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ અને એક કરોડથી વધુનું સોનું મળી આવ્યું છે. તેમજ હજુ પણ તપાસ ચાલી રહી છે જેથી હજુ પણ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.

મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી મળ્યો ખજાનો

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનો આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠીયાનીસીલ કરેલી ઓફિસમાં તપાસ કરવામાં આવતા અધધ રકમ મળી આવી છે.આ તપાસમાં 5 કરોડ રુપિયાની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મનસુખ સાગઠીયા પાસેથી અપ્રમાણસર મિલકત મળી હતી.સાગઠિયા પાસે આવક કરતા અનેક ઘણી આવક હોવાનું સામે આવ્યું હતું. મનસુખ સાગઠીયા પાસે આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવી હતી જેથી આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે.

Rajkot TRP GameZone Fire : મનસુખ સાગઠિયાની ઓફિસ

રોકડ, દાગીના અને દસ્તાવેજો મળી આવ્યા

રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાંઆવ્યુ હતું. જેમાં ઓફિસ ખાતેથી 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનુ, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો મળી આવતા એસીબી દ્વારા તેને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

મોટા માથાઓ પાસેથી પણ અનેક ઘણી સંપત્તિ મળવાની શક્યતા

મહત્વનું છે કે, મનસુખ સાગઠિયાએ ભ્રષ્ટાચારમાંથી આટલો ભંડાર ભેગો કર્યો છે. તો અન્ય જે મોટા માથાઓની સંડોવણી હોવાનુું સામે આવ્યું છે તે લોકોએ ભ્રષ્ટાચારમાંથી કેટલું કાળું નાળુ એકઠુ કર્યુ હશે ? જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અન્ય અધિકારીઓ પાસેથી પણ આવક કરતા અનેક ઘણી અપ્રમાણસર મિલકત મળી આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Surendrnagar : સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી, શાળાએ જતા ભુલકાઓ સાથે ગંભીર દુર્ઘટના સર્જાય તેવી શક્યતા

Read More

Trending Video