Rajkot TRP Fire : રાજકોટ (Rajkot) માટે 25 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં ( TRP Game zone) આગ (Fire) ફાટી નિકળતા 27 લોકો ભડથું થયા હતા. આ આગની ઘટનામાં જવાબદાર ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોની ગંભીર બેદકારી સામે આવી છે. આ સાથે બેદકારીથી ચાલતા ગેમ ઝોનમાં કેટલાક અધિકારીઓની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદી બની ગેમ ઝોનના 6 સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને આટલા મહિનાઓ વીતી ગયા છતાં હજુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પણ આ જે આ કેસ સાથે સંડોવાયેલા ત્રણ સરકારી કર્મચારીઓને જામીન આપવામાં આવ્યા છે.
રાજકોટ TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટનામાં ત્રણ સરકારી કર્મચારીઓના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજુર કર્યા છે. એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી તેમજ એન્જીનીયર જયદીપ ચૌધરીને જામીન મળી ગયા છે. એમ.ડી.સાગઠીયા, ઈલેશ ખેર તેમજ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજુર કરવામાં આવ્યા છે. ભોગ બનનારના વકીલ સુરેશ ફળદુએ માહિતી આપી હતી. આરોપીના વકીલ દ્વારા કેસ ઓપન કરવા મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આગામી 13 તારીખ ડિસ્ચાર્જ અરજીને લઈ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Mahesana : મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ખાધો ગળાફાંસો