Rajkot : છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘરકંકાસથી લઇ અને નોકરીમાં પડતી મુશ્કેલીઓ, હતાશા જેવા કારણોને લીધે આજકાલ લોકો આપઘાત જેવા ગંભીર પગલા ભરી રહ્યા છે. આજે ફરી એક વખત રાજકોટથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક SRP જવાને જ પોતાને ગોળી મારી અને આપઘાત કર્યો છે.
રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા રાઠોડે પોતાની જ સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો છે. પોલીસ કમિશ્નર કચેરી બહાર મોડી રાત્રે 3 વાગ્યે આ બનાવ બન્યો હતો. જે બાદ બનાવની જાણ થતા જવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે આપઘાતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જે રાઇફલથી SRP જવાને આત્મહત્યા કરી તે FSLની ટીમ દ્વારા કબજે લેવામાં આવી છે. અને અન્ય જવાનોમાં પણ આ અચાનક બનેલા બનાવથી સ્તબ્ધ જોવા મળ્યા છે.
આ પણ વાંચો : Indigo સંકટ વચ્ચે DGCA ની મોટી કાર્યવાહી, 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા