Rajkot : રાજકોટમાં (Rajkot) ગટરની ખુલ્લી કુંડીના કારણે અનેકવાર નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મનપા (RMC) દ્વારા ખુલ્લી કુંડીને ઢાંકવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ મનપાની આ બેદરકારી હવ તો જીવલેણ સાબિત થઈ રહી છે. રાજકોટ મનપાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક પડી જવાથી અખબારી એજન્ટનું મોત
મળતી માહિતી પ્રમાણે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે નોકરી કરી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા આ દરમિયાન અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા બાઈક ગટરના તૂટેલા ઢાંકણા સાથે ટકરાતા સ્લીપ થયું હતું જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા જ્યાં 10 દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અખબારી જગતમાં સારી લોકપ્રિચતા ધરાવતા વનરાજસિંહ જાડેજાનું મનપાની બેદકારીના કારણે મોત થતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન
વનરાજ સિંહ જાડેજા નામના વ્યક્તિની મોતનો મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને આ ઘટનાને દુખદ ઘટના ગણાવી હતી અને અધિકારીઓ અને વોર્ડ ઓફિસરો સહિતનાઓને અમે સુચના આપી છે કે, જાહેર માર્ગ પર અને શેરીમાં ચોમાસામાં કુંડી નબળી પડી ગઈ હોય અને તેના ઢાંકળા તુટી ગયા હોય તો તાત્કાલિક તેને બદલાવવી જેથી આવા ગંભીર અકસ્તાત કે જાનહાની ન થાય. સ્વાભાવિક રીતે વરસાદ પડવાથી ખુબ જોરથી પાણી આવતું હોય ત્યારે તેનો નિકાલ કરવા માટે ગટરના ઢાંકણા ખોલવામા આવે છે. પાણી ઉતરી જાય પછી ઢાંકણાં બંધ કરી દેવામા આવે છે પરંતુ ક્યારેક બંધ કરતા ભુલી જતા હોય છે. આવી ઘટના ત્યારે થાય છે જ્યારે સ્ટ્રીટ લઈટ હોય પરંતુ તેનો પ્રકાશ ત્યાં પડતો ન હોય. ત્રણેય ઝોનના સીટી ઇજનેરને બોલાવી શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરીયાદો ઉકેલવા સૂચના આપવામાં આવશે તેમજ શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવશે. ફ્રેમ જેટલી તૂટી હશે તે તમામ નવી નાખવાનું કામ કરવામાં આવશે.
રાજકોટવાસીઓ ક્યાં સુધી તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવતા રહેશે ?
આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે લોકોમાં મનપાની બેદરાકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. મેયર અત્યારે કોઈના જીવ ગયા બાદ જે કાર્યવાહીના આદેશ આપે છે. તે પહેલા જ કેમ ન આપી શક્યા વરસાદના પાણી ઓસર્યા બાદ આ સ્થિતિ ક્યારની હતા તો શું રાજકોટ મનપા કોઈની જીવ જાય તેની રાહ જોઈ રહ્યા હતા. આટ આટલા લોકોનો જાવ જાય છે થતા પણ તંત્ર કેમ સુધરતું નથી ? રાજકોટવાસીઓ ક્યાં સુધી તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવતા રહેશે ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે.
આ પણ વાંચો : PM Modi-Para Athletes: PM મોદીએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે કરી મુલાકાત, વીડિયો શેયર કરી કહી આ વાત