Rajkot: વિંછીયા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો, ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બીન હરીફ જીત

August 20, 2024

Rajkot:  રાજકોટના વિંછીયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં (Vinchia Taluka Panchayat elections ) આ વખતે ભાજપે બાજી મારી છે. આ ચૂંટણીમાં ભાજપના (BJP) ઉપપ્રમુખ અને પ્રમુખની બીન હરીફ જીત થઈ છે. જસદણ વિંછીયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ (Kunvarji Bavlia) રાજકીય સોગઠા ગોઠવીને વિંછીયા તાલુકા પંચાયત કોંગ્રેસના હામાંથી જુટવી લીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જેથી રાજકોટના વિંછિયામાં રાજકારણ ગરમાયું છે.

વિંછીયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસથી દરખાસ્ત 1 ઓગષ્ટના રોજ મંજૂર થઇ હતી જે બાદ ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 ઓગષ્ટ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયુ હતુ ત્યારે આજે વિંછીયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી 8 સભ્યોએ ભાજપ ને ટેકો આપતા ભાજપે વિંછીયા તાલુકા પંચાયત પર કબ્જો કર્યો છે.

કોણ બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ ?

ભાજપના પ્રમુખ તરીકે ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ બીન હરીફ થયા છે જેવો અમરાપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપ સભ્ય છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રોજાસરા ભુપતભાઈ લખમણભાઇ બીન હરીફ જીત થઈ છે. જેવો વિંછીયા તાલુકા પંચાયત બેઠક ના ભાજપ સભ્ય છે આ ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ડેલીવાળ ગીતાબેન ઘનશ્યામભાઈ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું જેવો ખુદ ગેર હાજર રહ્યા હતા.

ગત ચૂંટણીમાં ભાજપ માત્ર 4 જ બેઠકો પર જીત્યું હતુ

ઉલ્લેખનીય છે કે, વિંછીયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચુંટણીમાં 18 બેઠકમાંથી ક્રોંગ્રેસને 14 બેઠક પર જીત ઉપપ્રમુખ થઈ હતી ભાજપ માત્ર 4 બેઠક પર જીત થઈ હતી અને વિંછીયા તાલુક પંચાયત ક્રોંગ્રેસે કબ્જે કરી હતી. ત્યારે આજે કોંગ્રેસ સતા જાળવી ના શક્યુ અને ભાજપએ આજે વિંછીયા તાલુકા પંચાયત પર કબ્જો કરી સત્તાનો સ્વાદ ચાખ્યો છે.

આ પણ વાંચો : Banaskantha: આ રાજ્યમાં ધર્મ પણ સુરક્ષિત નથી…. ભાભરમાં જૈન સાધ્વીની છેડતી મામલે ગેનીબેન આક્રમક

Read More

Trending Video