Rajkot : રાજ્યમાં ઘણીવાર એવું સાંભળવા મળતું હોય છે કે કોઈ કેસ ચાલી રહ્યો હોય અને તેમાં તપાસમાં ગેરવહીવટ દાખવવામાં આવતો હોય. અને તેના કારણે ઘણા કેસો રફેદફે થઇ જતા હોય છે. પણ આજે એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે અને આ કેસમાં તપાસમાં ચાલતી ગેરવહીવટ મામલે ફરિયાદીએ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં આ મામલે ફરિયાદ કરી અને તે બાદ તપાસકર્તા અધિકારીને કોર્ટે કડક સૂચનાઓ આપી અને આ કેસ તે બાદ આગળ વધારવામાં આવ્યો.
શું છે સમગ્ર કેસ ?
રાજકોટના વિશાલ સાવ કેસમાં એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટે એક ખુબ જ સારું ઉદાહરણ ગુજરાતમાં પૂરું પાડ્યું છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 6 ઓક્ટોબર 2025ના રોજ ફરિયાદી વિશાલ સાવ દ્વારા એટ્રોસિટી તેમજ BNS ની વિવિધ કલમો હેઠળ કુલદીપ દરબાર અને અજાણ્યા સખ્શો વિરુદ્ધ ફરિયાદ આપેલ જેમાં આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલથી સાધુવાસવાણી રોડ ઉપર ફરિયાદીને જાહેરમાં અપહરણનો પ્રયાસ કરી માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યો હતો. આ કેસમાં SC/ST સ્પેશિય કોર્ટે એક એવો ઓર્ડર આપ્યો છે જે રાજકોટ SC/ST સેલ (તપાસ એજન્સી) માટે ચેતવણી સમાન છે.
ફરિયાદીએ પોલીસ તપાસ આરોપીઓને બચાવવા એકતરફી થતી હોવા અંગેની અને તપાસ બાબતે મહત્વના સવાલો ઉઠાવતું લેખિત આવેદન પોલીસને આપેલ હતું. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદીની વાત ઉપર તેમજ ગુનાના કામે મહત્વના પુરાવાઓ મેળવવા મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે ફરિયાદીએ પોતાના વકીલ સંજય પંડિત મારફત એટ્રોસિટી કોર્ટ માં અરજી કરેલ અને પોલીસ તપાસ ઉપર કોર્ટ નજર રાખે તેવી માંગણી કરી હતી. અને આ કેસની સુનવણી દરમ્યાન કોર્ટના ધ્યાને પોલીસ તપાસની ઘણી ક્ષતિઓ મૂકવામાં આવી હતી. જેથી કોર્ટે કડક શબ્દોમાં તપાસકર્તા અધિકારીને કડક શબ્દોમાં સૂચના આપી હતી.
કોર્ટે તપાસકર્તા અધિકારીને આપી કડક સૂચના
કોર્ટે કહ્યું કે, “Investigating Officer shall address all apprehensions raised by the applicant and carry out the investigation strictly in accordance with law.” SC/ST કાયદા હેઠળ તપાસ માં નિષ્ક્રિયતા કે વિલંબને કોર્ટ સહન નહીં કરે. આ ઓર્ડર પછી તપાસ એજન્સી પર હવે દરેક પગલું પારદર્શિતા સાથે લેવાની ફરજ પડી છે.
પીડિત વિશાલ સાવએ આ મામલે શું કહ્યું ?
ન્યાય અટકાવશો, તો કાયદો જ તમને અટકાવશે. કોર્ટનો ઓર્ડર હવે માત્ર કાગળ પર નહીં રહે. તપાસને રસ્તા પર લાવવાનો સમય આવી ગયો છે.” આ કેસ માં મૂળ ફરિયાદી વતી પંડિત એસોસીએટ ની ટીમ રોકાયેલ હતી.