Rajkot : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ, જીગ્નેશ મેવાણી પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા

May 25, 2025

Rajkot : આજે એ કાળમુખા દિવસને એક વર્ષ થઇ ગયું છે. જેમાં એક સાથે 27 જિંદગીઓ હોમાય ગઈ હતી. હા આજે રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડને એક વર્ષ થઇ ગયું છે. આજે એ કાળમુખી ઘટનાની પહેલી વરસી છે. પણ આ એક વર્ષમાં આ સમગ્ર મામલાને સતત ગોળ ગોળ ફેરવવામાં આવે છે. પણ તેમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે ઉચ્ચ પદાધિકારીઓ અને કદાચ આ મામલામાં જોડાયેલા રાજકીય નેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી નથી. અત્યાર સુધીમાં આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 4 જામીન ઉપર બહાર છે.

રાજકોટ અગ્નિકાંડને આજે એક વર્ષ થવાની સાથે જ ફરી એ મૃતકોના પરિવારજનો સહીત કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. અને TRP ગેમઝોનમાં અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા આજે ઘટના બની હતી. જે જગ્યા હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુતકોની આત્માને શાંતિ મળે તેના માટે હવન રાખવામાં આવ્યો હતો.

આજે આ ઘટનાને એક વર્ષ થયા બાદ પણ હજુ તેના મૃતકના પરિવારજનોના આંસુ સુકાયા નથી. આ સમગ્ર મામલાને એક વર્ષ થયું છતાં ભાજપ સરકાર તરફથી હજુ કોઈ જ શ્રદ્ધાંજલિ કે પ્રતિક્રિયા સામે આવી નથી. સરકાર ભાજપની છે, SITની રચના કરવામાં આવે છે પણ કોઈ જ ઘટનાઓમાં કોઈ નિર્ણય આવતો નથી. આટલા લોકોના જીવ જાય છે, છતાં સરકારને કોઈ જ ફરક પડતો નથી. કોઈ નહિ તો જેને આ અગ્નિકાંડમાં પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે તેમની સામે જુઓ સરકાર હજુ પણ તમારી સામે ન્યાયની આશાએ બેઠા છે.

આ પણ વાંચોTej Pratap Yadav : લાલુ યાદવે મોટા દીકરા તેજ પ્રતાપને RJDમાંથી બહાર કાઢ્યા, કહ્યું ‘મારો પરિવાર સાથે કોઈ સંબંધ નથી’

Read More

Trending Video