Rajkot ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા હવે ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 વ્યક્તિઓ દ્વારા શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 4.28 કરોડની છેતરપિંડીની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. અલ્પેશ ઢોલરીયા સામે વેપારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. અને ધમકીઓ આપવાની વાત કહી દીધી છે. આ મામલામાં મધ્યસ્થી કરી રહેલા હરિ પટેલને પોતાના કાર્યાલય બોલાવી અને ધમકીઓ આપી હતી તેવા વેપારીએ અલ્પેશ ઢોલરીયા પર આક્ષેપ કર્યા છે.
વેપારીના અલ્પેશ ઢોલરીયા સામે મોટા આક્ષેપો
રાજકોટ વેપારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું કે, મુંબઈમાં રહેતા હરિભગત અમારા પાર્ટનર છે અને મારા સાળાના સગામાં થાય છે. મુંબઈમાં તેમનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. ગયા માર્ચ મહિનામાં અમારી પાસે એવી વાત આવે છે કે ફોરેનમાં પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાય તેમ છે. જે દસ દિવસમાં 10 ટકાનું વળતર મેળવી આપે છે. બીકેસી બિલ્ડીંગના પાછલા ભાગમાં આ સમગ્ર વહીવટ થાય છે. દર્પણ બારસીયા નામના વ્યક્તિ દ્વારા આ વહીવટ ચલાવવામાં આવે છે. ફરિયાદમાં પરેશ ઢોલરીયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે. જેમાં રોકાણ માટે પૈસા આપ્યા બાદ પરત વળતર આવતું નથી.
વેપારીએ વધુમાં કહ્યું કે, જે બાદ દર્પણ બારસીયા એવું કહે છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા અમારા પાર્ટનર છે અને તેઓ પણ આમાં છે એટલે જો તમે આ મેટરમાં કંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે. આ પ્રકારની ધમકી દર્પણ બરાસીયા નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે.
વેપારી દ્વારા પોલીસ કમિશનર સમક્ષ ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, દર્પણ બારસિયા, પરેશ ડોબરીયા, ગૌતમ બારસિયા અને સંદીપ સેખલિયા સામે અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ સાત મહિના પહેલા મુંબઈમાં ડ્રેસ મટીરીયલનું કામકાજ કરતા હરિકૃષ્ણ પટેલ દ્વારા સાળા નિલેશ વેકરીયા અને મારો સંપર્ક કરેલો હતો. શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો એવો પ્રોફિટ મળશે તેવું કહી 8 લાખનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ તે રકમ થોડા દિવસોમાં પરત આપી દીધી હતી.
આ પણ વાંચો : Rajkumar Jat Case મામલે નાયબ મુખ્યમંત્રીને પત્ર, કોંગ્રેસના યતિષ દેસાઈએ બિલિયાળા ગામના સરપંચની તપાસ કરવાની કરી માંગ