Rajkot: દેશભરમાં આજે ગાંધી જયંતીની (Gandhi Jayanti) ઉજવણી થઇ રહી છે. ત્યારે ગાંધી જ્યંતી નિમિત્તે પીએમ મોદી (PM Modi) સહિતના નેતાઓ સ્વચ્છતા અભિયાનમાં (cleanliness campaign) જોડાયા હતા અને સ્વચ્છતા કરી હતી. ત્યારે આ બધાની વચ્ચે રાજકોટમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓએ માત્ર ફોટો સેશન માટે જ આ સ્વચ્છતા અભિનયાનમાં જોડાયા હોય તેવું સામે આવ્યું છે. આજે રાજકોટ ભાજપના નેતાઓએ સ્વછતાનું નાટક કરી જાહેરમાર્ગની સાફસફાઈ કરી હતી.કારણ કે, આ જે ફોટો સામે આવ્યા છે તેમાં તેઓ જે જગ્યાએ સફાઈ કરી રહ્યા છે ત્યાં ખરેખરમાં કચરો જ નહોતો. તેમજ એક જ જગ્યાએ નેતાઓ સાવરણા લઈને સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા.
ગાંધી જયંતિ પર સ્વછતા અભિયાનનું નાટક કરતા રાજકોટ BJP ના નેતાઓ
મળતી માહિતી મુજબ આજે ગાંધી જ્યંતી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વાર સ્વછતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ આજે સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પુરષોતમ રૂપાલા તેમજ સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નયના પેઢડીયા જોવા મળ્યા હતા. પરંતુ લાગે છે કે આ માત્ર ફોટો સેશન માટે જ હાથમાં સાવરણા પકડ્યા હતા. કારણ કે, હાથમાં ઝાડુ પકડી એ રીતે સાફ સફાઈ કરી રહ્યા છે કે કપડાને એક પણ કરચલી ન પડે.પોતાનો ઝાડુ પકડેલો ફોટો બરાબર આવે છે કે કેમ તેની બરોબર તકેદારી રાખવામાં આવે છે. ત્યારે ગાંધી જયંતિ પર સ્વછ્ત્તા અભિયાનનું નાટક કરતા રાજકોટના નેતાઓ જ્યાં ગંદકી છે ત્યાં દેખાતા પણ નથી ને જ્યાં પહેલેથી જ સાફ હોઈ ત્યાં સફાઈ કરી રહ્યા છે ત્યારે ગંદકી ના હોય ત્યાં સફાઈ કરવાનો શું મતલબ ? જો સફાઈ કરવી જ હોય તો જ્યાં ખરેખર ગંદકી છે ત્યાં કેમ સાફ સફાઈ નથી કરતા ? પણ આ તો દેખાડો કરવા આવેલા નેતાઓ માત્ર બે ફોટો પડી ગયા એટલે કારમાંબેસી રવાના થઈ ગયા હતા.
સફાઈ કર્મીઓને પગાર પણ નથી ચૂકવાતો !
સ્વચ્છતા અભિયાનના નામે ફોટો સેશન કરતા નેતાઓને બહાર ગંદકી પછી પહેલા પોતાના વિચારોમાં રહેલી ગંદકી કે દૂર કરવાની જરુર છે જેથી રાજ્યમાં ખરેખરમાં સ્વચ્છતા સ્થાપિત થાય, રાજ્યમાં સાફ સફાઈ તો સફાઈ કર્મીઓ પણ કરતા હોય છે ત્યારે ઘણી વખત તેમને પગાર પણ ચૂકવવામા આવતો નથી જેથી તેમને વિરોધ કરવા રસ્તા પર આવવું પડે છે. ત્યારે નેતાઓને વર્ષમાં એક દિવસ સાફ સફાઈ કરવાનું થયું તો પણ ના થઈ શક્યું ?
આ પણ વાંચો : Jamnagar: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ! જામનગરના એસ ટી બસ સ્ટેશનમાંથી મળી દારુની ખાલી બોટલો