Rajkot : નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ

October 3, 2024

Rajkot : ખોડલધામ ટ્રસ્ટ – કાગવડની (Khodaldham Trust – Kagawad) દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના (Navratri) પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞથીમા ખોડલના પોંખણાં કરાયા હતા.પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા.મહત્વનું છે કે,નવરાત્રીના નવ દિવસમાં ખોડલધામ ખાતે અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ રોશનીથી મંદિર ઝળહળી ઉઠશે.

Rajkot: Walk from Kagawad to Khodaldham temple in the presence of Naresh Patel

કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ

આજથી નવલા નોરતાની શરુઆત થઈ ગઈ છે. આ નવરાત્રી દરમિયાન ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃતિઓનું આયોજન કરવામા આવતું હોય છે ત્યારે ખોડલધામ ટ્ર્સ્ટ- કાગવડ દ્વારા વર્ષોથી આસો મહિનાની નવરાત્રીના પ્રથમ દિવસે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજવાની પરંપરા છે. ત્યારેદર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે પદયાત્રાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ખોડધામના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન અને ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામા આવ્યું હતું. આ આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા. આ દરમિયાન નરેશ પટેલે આદ્યશક્તિના આ પર્વની શરૂઆત થઇ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામના પાઠવી હતી.

Rajkot: Walk from Kagawad to Khodaldham temple in the presence of Naresh Patel

નરેશભાઈ પટેલે જયેશ રાદડિયા મામલે નિવેદન આપવાનું ટાળ્યું હતું

નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2011થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે. ત્યારે ખોડલધામ ટ્ર્સ્ટની પરંપરા મુજબ આજે 15 મી પદયાત્રા કાગવડથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે અને ધ્વજા રોહણ પણ થઈ ગયું છે. આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તેમને સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. જો કે , જ્યારે મીડિયાએ જયેશ રાદડિયા વિશે પૂછ્યું તો તેમને બોલવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Read More

Trending Video