Rajkot: અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા બાદ પણ અધિકારીઓ સુધરતા નથી.હજુ તો આ ઘટનામાં તપાસ ચાલુ છે અને ફાયર એનઓસીને લઈને આખા રાજ્યમાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયાં છે. ત્યારે આટલુ થયા બાદ પણ ભ્રષ્ટાચારી અધિકારી સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા જેથી આવા ભ્રષ્ટ અધિકારીને ઘર ભેગા કરીને તેમના પર કડક કાર્વવાહી જુરુરી બની છે.
ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા
પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટ અગ્નિકાંડમાં એક ચીફ ફાયર ઓફિસર જેલમાં હોવાથી રાજકોટમાં આવેલા અનિલ મારુંને ભુજથી બદલી કરી રાજકોટમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મુકવામા આવ્યા હતા જો કે હવે નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ પણ લાંચ લેતા ઝડપાયા છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુંએ ફરિયાદી પાસે ફાયર NOC અંગે 3 લાખ લાંચ માંગી હતી જેમાંથી તેમણે અમુુક રકમ આપી દીધી હતી બાકીની રકમ લેવા જતા એસીબીની ઝપેટમાં આવી ગયા.
એસીબીએ કેવી રીતે ચીફ ફાયર ઓફિસરને ઝડપ્યા ?
જાણકારી મુજબ આ કામના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરતા હતા તેઓ રાજકોટ શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફ્ટી અંગેનું એનઓસી ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ પાસે મેળવવા ગયેલ ત્યારે તેમને ફરિયાદી પાસે ફાયર NOC અંગે 3 લાખ લાંચ માંગી હતી જેથી જેથી જેતે વખતે ફરિયાદીએ રુ. 1.20લાખ આપી દીધેલ અને બાકીના લાંચના રુપયા 1.80 લાખ ચાર પાંચ દીવસમાં આપી જવાનું જણાવ્યુ હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીનાઓએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીની ફરિયાદ આધારે ACB એ ચીફ ફાયર ઓફિસરને 1.80 લાખ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : એવું કામ કરો કે, તમારે તમારી ઓળખાણ જાતે ન આપવી પડે : Yuvraj Singh Jadeja