ભાજપ મા છે, નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે : મોહન કુંડારિયા

March 6, 2024

Rajkot : રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પર ભાજપના (BJP) ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું (parshottam  rupala) નામ જાહેર થયું છે. ત્યારે આ બેઠક પરથી બબ્બે વખત ચૂંટણી લડી જીત મેળવનાર સાંસદ મોહન કુડરિયાનું (Mohan Kundaria) પત્તુ કપાયું છે જેના કારણે તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. આજે પત્રકાર પરિષદમા આ નારાજગી તેમને આડકતરી રીતે જાહેર કરી હતી. તેમને ટિકિટ કપાતા કટાક્ષ કરતા કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટી એ મા સમાન છે. નાનું બાળક રમકડા માટે રડતું હોય તો માતા રમકડું મોટા બાળક પાસેથી લઈ નાના બાળકને આપી દે છે. આ જ ભાજપની પ્રક્રિયા છે. આમ તેમને કટાક્ષમાં પોતાની નારાજગી દર્શાવી હતી.

મોહન કુંડારિયાએ યોજી પત્રકાર પરિષદ

કુંડારિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લી 2 ટર્મથી ભાજપે મારા ઉપર વિશ્વાસ મૂકી મને લોકસભાની ચૂંટણી લડવાની તક આપી હતી. તેવી રીતે ભાજપની પ્રદેશ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડે પુરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી છે. ત્યારે તેમને જિતાડવાની જવાબદારી અમારા સૌ કોઈની છે, મને પણ ભાજપે 9 વખત ટિકિટ આપી ને 8 વખત ચૂંટણી લડ્યો છું અને જીત્યો પણ છું.

ટિકિટ કપાવા મુદ્દે કર્યો કટાક્ષ

જો કે આ દરમિયાન તેઓ આ વખતે લોકસભાની ટિકિટ ન મળવા મુદ્દે પોતાની નારાગીને છૂપાવી ન શક્યા અને તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એક મા સ્વરૂપ છે. જેમ 2 બાળકો રમકડાં માટે રડતાં હોય. તેમાં નાનું બાળક રડતું હોય તો મોટા બાળકના હાથમાંથી રમકડું લઈને નાના બાળકને આપી દે છે આમ તેમણે ટિકિટ કપાવવા મુદ્દે કટાક્ષ કરતા તેમનું આ નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપમાં પક્ષના નિર્ણયને સવોર્પરી ગણી બધા તેમનું સમર્થન આપતા હોવાની વાતો ભલે થતી હોય પરંતુ અંદરો અંદર નારાજગી તો છે તે છુપાવી શકાતું નથી.

આ પણ વાંચો :  સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, કોંગ્રેસના ‘કોમનમેન’ કરશે કેસરિયા

Read More

Trending Video