Rajkot Marketing Yard : ઇફ્કો બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના બે નેતાઓ આમને સામને

June 20, 2024

Rajkot Marketing Yard : રાજકોટ યાર્ડની ચૂંટણી (Rajkot Marketing Yard) ઇફ્કોની જેમ ભાજપના જ બે દિગ્ગજ મંત્રીઓના જૂથ વચ્ચે ૫ મીએ જંગ ખેલાશે દર વખતની જેમ આ વખતે પણ રાદડીયા જૂથમાંથી જયેશ બોઘરાએ રિપિટ કરવા તો રૈયાણી જૂથમાંથી પરસોત્તમ સાવલીયાને ચેરમેન બનાવવા માટે બંને જૂથો કમર કસી રહ્યા છે.

2 જૂને રાજકોટના માર્કેટીંગ યાર્ડ (Rajkot Marketing Yard)ના ચેરમેન સહિતની બોડીની ટર્મ પુરી થઈ ચુકી હતી. યાર્ડ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આચાર સંહિતાના હિસાબે કામગીરી અટકી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ યાર્ડ દ્વારા ચૂંટણી યોજવા માટે જામનગર જિલ્લા રજીસ્ટ્રારની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આગામી તા.૫ જૂલાઈએ ચૂંટણી યોજાશે તેવી આજે યાર્ડના વહીવટદાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં યાર્ડની આવક અને ટર્નઓવરમાં જબરો ઉછાળો જતાં વર્તમાન ચેરમેન જયેશ બોઘરા ફરીથી ચેરમેન બને તેવી શક્યતાઓ યાર્ડના સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણીમાં ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વખતની જેમ આ વખતે રહી રહીને ભાજપના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી મેદાનમાં આવ્યા છે. યાર્ડની ચૂંટણીમાં પરસોત્તમ સાવલીયા હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાંકચા ગ્રુપને બંબ અને ખુલ્લા બારણે તન-મન- ધનથી જીતાડવા માટે કામે લાગ્યા છે.

આ પણ વાંચોAhmedabad : સ્વાદના રસિયાઓ સાવધાન….! અમદાવાદમાં સાંભરમાંથી મૃત ઉંદર નીકળ્યો

Read More

Trending Video