Rajkot : રાજકોટ (Rajkot) લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) આજથી તેમના વિસ્તારમાં પ્રચારની શરુઆત કરી દીધી છે. તેમને આજે પ્રચારના પ્રથમ દિવસે કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા (Vajubhai Vala) સાથે મુલાકાત કરી હતી.

પરષોત્તમ રૂપાલાએ શરુ કર્યો પ્રચાર
રાજકોટ (Rajkot) લોકસભા સીટમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ પ્રથમ વાર પરષોત્તમ રૂપાલા રાજકોટ (Rajkot) પહોંચ્યા હતા, અહીં રાજકોટ (Rajkot) શહેર ભાજપ દ્વારા પરષોતમ રુપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાદમાં પરષોત્તમ રૂપાલાએ રાજકોટ (Rajkot) મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.

પરષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી
પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, હુ આમ તો તમારો પાડોશી છું. ભાજપનો વર્ષોથી કામ કરતો કાર્યકર્તા છું. રાજકોટમાં પણ હુ પાર્ટી અને સામાજિક કાર્યક્રમોમાં આવતો હતો. મેં ચૂંટણી વ્યવસ્થાના ભાગરુપે એક બોર્ડના ચૂંટણી કાર્યાલયનું પણ સ્વંમ સંચાલન કરેલું છે. હુ રાજોકટની જનતાને વિનંતી કરુ છું કે, નરેન્દ્ર મોદી દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષથી કામ કરી રહ્યા છે. આપ સૌએ રાજકોટની જનતાએ નરેન્દ્રમોદીની કારકીર્દીની શરુઆતનો પાયો નાખેલો છે. તેના પર નવું મોટું વડવૃક્ષ ઉભું થયું છે અને તેના ફળ આખા દેશને અને આખા વિશ્વને મળી રહ્યા છે. તેમાં એક અંજલી આપવા હુ આવ્યો છું.

વધુમાં તેમને જનતાને કહ્યું કે, પ્રશ્નોનુ હોવું તે એક નિત્યપ્રક્રિયા છે. આજે જે પ્રશ્ન હોય તેનું સોલ્યુશન કરી નાખો તો ગઈ કાલે પ્રશ્નો વિહોણો સમાજ ના બને પેરશ્નો તો ઉભા થાય જ પ્રશ્નોને ઉકેલવા માટેના પ્રયાસો કેવી રીતે થાય છે તેમાં મારો નમ્ર મત છે કે અમારે અહીં મોહનભાઈ ઘણા લાંબા સમયથી નેતૃત્વ કરી રહ્યા છે. શહેર અને જિલ્લામાં અમારી પાર્ટીનું જ વર્ચસ્વ છે. અને અહીંયા કસાયેલા કાર્યકર્તાઓ અને દુરંદેશીવાળા નેતાઓ પણ છે મારે તો તે લોકોએ જ્યાં અધુરુ મુક્યું છે ત્યાંથી મસાલ હુ પકડીશ અને આગળ ચાલીશ.
અર્જુન મોઢવાડિયાને અને અંબરીશ ડેરને લઈને શું કહ્યું ?
પરષોત્તમ રૂપાલાએ અર્જુન મોઢવાડિયાને અને અંબરીશ ડેરને તેમને ભાજપમાં આવકાર્યા હતા. તેમને કહ્યું કે અર્જુન ભાઈ સૌરાષ્ટ્ર્ના કોંગ્રેસના મોટા નેતા કહેવાય વર્ષો સુધી અમે સામે રહ્યા છે કેવા સંજોગોમાં તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હસે તે અંગે તેઓ પોતે જ કહી શકે તેમ છે. મારી દ્રષ્ટ્રીએ અમારી પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોલીટીકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે તેના કારણે આ પ્રકારના દર્શ્ય જોવા મળે છે.

વજુભાઈ વાળા સાથે કરી મુલાકાત
તેમને જણાવ્યું હતુ કે અમે કાર્યકર્તા હતા ત્યારે અમારી પાર્ટીના નેતા વજુભાઈ હતા એટલે અમારો નેતા અને કાર્યકર્તાનો સબંધ સારો છે. વજુભાઈ પ્રદેશના અધ્યક્ષ હતા તેમની સાથે હુ મહામંત્રી હતો. વિધાનસભામાં મંત્રી તરીકે કામ કર્યું, મારો મત છે વજુભાઈ વાળા અને તે વખતની રાજકોટની ટીમે ભાજપને પહેલા રાજકોટમાં મજબુત કરી પછી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાવી. અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પાર્ટીને વિકસાવવાનું મુળ બળ રાજકોટમાથી પસાર થતુ હતું તેના અમે સાક્ષી અને લાભાર્થી છીએ. અત્યારે આખુ વિશ્વ મોદી પર નજર રાખે છે. મોદી યુગનો પ્રારંભ થયો તેની પહેલ કરવામાં વજુભાઈ વાળાએ પહેલ કરી હતી.
વજુભાઈએ શું કહ્યું ?
વજુભાઈએ કહ્યું કે, પાર્ટીના સિદ્ધાત મુજબ સમસ્ત કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની પાર્ટીની કાર્યપદ્ધતી છે અમારી પાર્ટીમાં કોઈ નેતા નથી તમામ કાર્યકર્તાઓ છે. પાર્ટી જેને જે જવાબદારી સોંપે તેને તે નિભાવવાની છે. અમારો કોઈ પણ નેતા કાર્યકર્તા પર ઓર્ડર કરતો નથી તેને સમજાવીને કહે છે પાર્ટીની આ નિતિ પ્રમાણે આગળ ચાલવાનું છે ભાજપે જે કામ કર્યું છે તેનું પરિણામ આજે દેખાય છે. અપેક્ષા વગરનું કામ કરે તેને કાર્યકર્તા કહેવાય.