રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું નામ બદલીને ખંઢેરી સ્ટેડિયમને નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. ગઈકાલે સોરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશન AGMની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલાયુ
ગઈ કાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની એજીએમ ખંઢેરી નજીકના આધુનિક ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મળી હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ક્રિકેટ એસોસીએશનના સભ્ય, ગવર્નીગ કમીટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ ક્રિકેટ સ્ટેડીયમનું નામકરણ ‘નિરંજન શાહ’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જાણો કોણ છે નિરંજન શાહ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં નિરંજનભાઇ શાહનું પાયાથી યોગદાન છે. નિરંજન શાહ 2 વખત BCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે અને તેમના જ પ્રયાસોથી આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા હતી. જેથી તેમના નામ પરથી આ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ એસસીએના વર્તમાન પ્રમુખ છે.