Rajkot Market Yard :રાજકોટ માર્કેટયાર્ડની (Rajkot Market Yard)ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન (Chairman)અને વાઇસ ચેરમેન (Vice Chairman)પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા (Jayesh Bodhra)અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની (Vijay Korat)નિયુક્તિ કરવામાં આવી છે.
રાજકોટ-બેડી માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન અને વાઈચ ચેરમેનની જાહેરાત
આજે સહકારી આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા મેન્ડેટ લઇને આવ્યા હતા અને ભાજપ દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોધરાના નામનું મેન્ડેટ આપ્યું હતું. ત્યારે આ ચૂંટણીમાં પદાધિકારીઓ દ્વારા સર્વાનુમતે ચેરમેન પદ માટે જયેશ બોઘરાના નામને સમર્થન આપ્યું હતું. જે બાદ વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી.
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ફરી રાદડિયા જુથનો દબદબો
રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે તેમજ રાજકીય રીતે સહકારી ક્ષેત્રના રાજકારણમાં બેડી માર્કેટિંગ યાર્ડ મહત્વનું માનવામાં આવે છે.ત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ફરીએકવાર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Gujarat news : GAS અઘિકારી એસ જે પંડ્યાને તાત્કાલિક અસરથી નિવૃત કરવામાં આવ્યા