Rajkot : રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સ્વામીઓ પર મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ સ્વામીઓના સમર્થનમાં સાધુ સંતો આવ્યા છે. સાધુ સંતોના આગળ આવવાથી હવે આ મામલે સંપ્રદાયના સમર્થનમાં આવ્યા છે.
સ્વામીનારયણ સ્વામીઓ સામે કરોડોની છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જે.જે સ્વામી, વી.પી.સ્વામી, એમ.પી.સ્વામી અને દેવપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ સ્વામીઓની વહારે હવે સાધુ સંતો આવ્યા છે. પરંતુ સાધુ સંત સમુદાય તેમનો નહિ પરંતુ સંપ્રદાયનું સમર્થન કરે છે. જેમાંથી મહંત ઈન્દ્રભારતી બાપુની, જગતગુરુ મહેન્દ્રનંદગીરી બાપુ, ગિરનાર મંડળના સાધુ સંતો સ્વામીનારાયણ સંપ્રદાયના સમર્થનમાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના ?
આખી ઘટનાની વાત કરીએ તો રાજકોટના બિલ્ડર ધ્વારા 3 કરોડ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ સ્વામીનારાયણ સાધુઓ સામે કરવામાં આવી છે. સુરત સ્વામિનારાયણ મંદિરના સાધુઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવીછે. જેમાં સુરત નજીક આવેલ જગ્યામાં ગુરુકુળ બનાવવું છે. તમે આ કિંમતી જમીન ખરીદો કહી કરોડો રૂપિયા લઈ સ્વામી અને તેના મળતીયાઓ રફફુ ચક્કર થઈ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ બિલ્ડરને થતાં બિલ્ડર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમણે મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હોવાનું અને મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે. સાથે જ જસ્મીન માઢકે રૂપિયાની લેતી-દેતીના વીડિયો રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હોવાની અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે. સ્વામીઓ સામે રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ અને સુરતમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં 2, નડિયાદ, આણંદ અને વિરમગામમાં 5 ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે. સ્વામીઓ પર મંદિરના નામે કરોડો પડાવ્યાનો આક્ષેપ છે. વિવિધ જગ્યાએ 5 ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે. ત્યારે આ ઠગ સાધુઓ ઉપર સવાલએ ઊભા થાય છે કે કોઈ પણ સંપ્રદાય હોય સાધુઓ હમેશા તેમના સાચી દિશા દેખાડતા હોય છે.. આ પ્રકારે જો સાધુઓજ છેતરપિંડી કરશે તો આ સમાજ પર શું અસર પડશે.. ત્યારે હાલમાં જે પ્રમાણે સ્વામિનારાયણ સાધુઓ ફરાર છે લોકો જોડે થી કરોડો રૂપિયા મંદિર અને ગુરુકુળ ના નામે ઠગ્યા છે તે પાછા મળશે ખરી અને આ સાધુઓને પોલીસ પકડશે ખરી ? અને પકડશે તો ક્યારે ?