Rajkot : ગુજરાતમાં અત્યારે સત્તાધારી પક્ષ હોય એટલે દરેક જગ્યાએ તેમનું જ ચાલશે. કારણ કે કાયદો હાથમાં લેવો, તેનું પાલન ન કરવું આવી ઘટનાઓ અવાર નવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી કોઈને કોઈ એવી ઘટના સામે આવે જેમાં ભાજપ નેતા, આગેવાન કે કાર્યકરનું નામ સામેલ હોય. આજે પણ કૈક એવું જ બન્યું છે. રાજકોટ (Rajkot)માં યુવા મોરચા (Yuva Morcha)ના ઉપપ્રમુખની ગાડી ડિટેઇન (Car Detained) કરવામાં આવી હતી. જે બાદ પોલીસ (Rajkot Police) સાથે હોબાળો શરુ કરી દીધો હતો.
રાજકોટ (Rajkot)માં ગઇકાલે કિસાનપરા ચોકમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) ધ્વારા કળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓને લઈને ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓ દ્વારા ત્યાં બે ગાડી ડિટેન કરવામાં આવી જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી. આ ગાડી ભાજપ રાજકોટ યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને પોલીસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયાની પણ કાર ડિટેન કરવામાં આવી હતી. આ બંનેની કારમાં કાળા કાચ અને નંબર પ્લેટ હતી નહિ.
આ સમયે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં આવી પહોંચ્યા હતા. અને તેમણે પોલીસને દબાણ કર્યું હતું. પરંતુ પોલીસ ગાડી છોડવા તૈયાર હતી નહિ. ત્યારે તેમણે દંડ લઈને ગાડી છોડવા દબાણ કરતાં હતા. ત્યારે અહીં સવાલ એ ઊભા થાય છે કે કેમ ભાજપના નેતા અને કાર્યકર્તાઓને કોઈ કાયદા લાગુ પડતાં નથી ? કેમ આ નેતાઓ કઈ પણ કરી શકે છે તેમણે પોલીસ નહીં પકડે એવું માને છે. અને એટલા માટે પોલીસ આ કાર્યકર્તાઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો..અને જે ખરેખર જરૂરી પણ છે. શું તેઓ ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ છે તો તેમને સત્તા મળી જાય છે કાયદાઓ તોડવાની ?
આ પણ વાંચો : Gujarat Rain Alert : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ઘણી જગ્યાએ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું