Rajkot Heavy Rainfall : રાજકોટમાં મેઘ તાંડવ, 12 કલાકમાં 11 ઇંચ વરસાદથી ત્રાહિમામ, NDRF દ્રારા રેસ્ક્યુ અને સ્થળાંતર કામગીરી ચાલુ

August 27, 2024

Rajkot Heavy Rainfall : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ બાદ ન માત્ર ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરોના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અને ઘરવખરી પલળી ગઈ છે. સાથે જ NDRF દ્વારા સતત લોકોનું રેસ્ક્યુ ઓપરેશન અને સ્થળાંતર ચાલી રહ્યું છે. ત્યારે હવે આ મામલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. અને રાજ્ય સરકાર દ્વારા પણ સતત સાવચેતીના પગલાં રાખવામાં આવી રહ્યા છે. આજે 27 ઓગસ્ટ માટે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર્ર – કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદે લોકોના સાજા ગગડાવી નાખ્યા છે. સાથે જ સૌરાષ્ટ્રનો લોકોમેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી તાંડવ

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં તેની અસર ખુબ મોટાપાયે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ (Rajkot Heavy Rainfall), જામનગર, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હાલ સાતમ આઠમના તહેવારો ચાલી રહ્યા છે. જેની મજા વરસાદે બગાડી હતી. આ વખતે સૌરાષ્ટ્રના લોકમેળા પર સૌથી વધુ અસર પડી છે. અને અત્યારે લોકોમએલ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે.

Rajkot Heavy Rainfall

રાજકોટમાં ચોતરફ પાણી જ પાણી

રાજકોટમાં સાતમ આઠમના તહેવાર વચ્ચે વરસાદે ભુક્કા બોલાવ્યા છે. છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે રાજકોટમાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદથી વિનાશ વેરાયો છે. રાજકોટ જિલ્લો પાણી પાણી થઇ ગયો છે. રાજકોટમાં હોલ પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. જિલ્લાના 50થી વધુ ગામોમાં સ્થળાંતર અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે તો વરસાદે થોડો વિરામ લીધો છે. ત્યારે રાજકોટના પડધરી (23 મીમી), રાજકોટ (159 મીમી), લોધિકા (157 મીમી), કોટડાસાંગાણી (129 મીમી), જસદણ (50 મીમી), ગોંડલ (75 મીમી), જામકંડોરણા (78 મીમી), ઉપલેટા (63 મીમી), ધોરાજી (59 મીમી), જેતપુર (41 મીમી), વીંછિયા (36 મીમી) વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચોNabanna March : કોલકાતામાં ડોક્ટર સાથેની ઘટના બાદ વિદ્યાર્થીઓનું ભારે વિરોધ પ્રદર્શન, જાણો શું છે નબન્ના માર્ચ ? 

Read More

Trending Video