Rajkot : રાજકોટના ( Rajkot ) નાના મૌવા ખાતે 25 મે ના રોજ સર્જાયેલ TRP અગ્નિકાંડને (TRP GameZone Fire) દોઢ મહિનો વીતવા છતાં પીડિત પરિવારજનોને ન્યાય નહીં મળતા કોંગ્રસના (Congress) પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ( Indranil Rajyaguru ) દ્વારા રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં (Janmashtami Lok Mela) પીડિત પરિજનોને ન્યાય માટે સ્ટોલ ઊભો કરવાની માંગ સાથે પત્રકાર પરિષદ યોજી હતી.
અગ્નિકાંડ મામલે કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મેદાને
કોંગ્રેસના રાજકોટ બંધના એલાનને જે પ્રતિસાદ મળ્યો છે.ત્યારે રાજકોટ જેવી અનેક ઘટના બની તેને લઈ હવે કોંગ્રેસ લડી લેવાના મુડમાં છે અને એક પછી એક ન્યાય અપાવવા માટે આંદોલન કરી રહ્યા છે.ત્યારે TRP અગ્નિ કાડંને દોઢ મહિનો વીતવા છતાં પીડિત પરિવારજનોને ન્યાય નહીં મળતા કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ હવે મેદાને આવ્યા છે.ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં પીડિત પરિજનોને ન્યાય માટે સ્ટોલ ઊભો કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર કર્યા પ્રહાર
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતુકે, પીડિતોને પૂર્ણ સહાય મળે અને સાથે આવું ફરી વાર ન બને તેના માટે તમારા પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓેને તેમાં સામેલ કરો. એટલે ગુજરાતમાં એક દાખલો બેસે કે, આવું કરીશું આપણે જેલના સળીયા ગણવાના થશે. ભ્રષ્ટાચાર પર રોક લાગે. પરંતુ ખુદ મોદીજી હોય કે તેની ભાજપ સરકાર હોય તે આવું નથી ઈચ્છતી, ભ્રષ્ટાચારમાં માનવ જીંદગીનહીં પરંતુ કિંમતકરવામા ડુબેલી રહે છે તે ચિંતા જનક છે.
વધુમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, ભ્રષ્ટાચારમાં ગળા ડુબ ભાજપ કોર્પોરેશન પંચાયતથી લઈે દિલ્હી સુધીની ભાજપ સરકારના કારણે ગુજરાતમાં અનેક કાંડ બને છે જેમાં લોકોનું જીવન ખતમ થઈ જાય છે. તેને ઉજાગર કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ. વધુમાં આ રાજકોટ અગ્નિકાંડમાં ભ્રષ્ટ અધિકારીઓને હજુ પણ છાવરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.ગુજરાતમાં પહેલા જે કાંડ થયા છે તેમાં હજુ સુધી કોઈ જેલમાં નથી.
ઇન્દ્રનીલ રાજ્યગુરુની લોકોને અપીલ
વધુમાં તેમણે કહ્યુ કે, અમે કલેક્ટરને કાલે અરજી કરવાના છીએ અને માંગણી કરએછીએ કે, રાજોટના લોકમેળામાં લોકજાગૃતિ માટે અમને ત્યાં સ્ટોલ ફાળવે. જો સરકાર પોતાની વાહવાહી કરવા માટે લોકમેળામાં સ્ટોલ નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે તે પણ લોકો સુધી પહોચાડવાનો મોકો અમને મળવો જોઈએ. અગ્નિકાંડને ભુલાવવા માટે સરકાર નવી નવી વાતો લોકમેળામાં મુકશે. વધુમાં તેમણે કહ્યું કે, અગ્નિકાડ મામલે જો સરકાર જાગૃત નહી થાય તો આવનારા દિવસોમાં અમે તેને મુશ્કેલીમાં મુકીદઈશું તેનીચર્ચા પણ લોકોએ કરવી જોઈએ.
આ પણ વાંચો : Kutch: વૈભવી લાઈફસ્ટાઈલની શોખીન નીતા ચૌધરી હજુ પણ નથી બદલાઈ !