Rajkot : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને આજે 6 મહિના પૂર્ણ, ભાજપ સંગઠનના મોટા નેતાઓ પહોંચ્યા પરિવારને મળવા

November 24, 2025

Rajkot : ગુજરાતમાં આજથી 6 મહિના પહેલા એક કરુણ ઘટના બની હતી. અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. આજે વિજયભાઈ રૂપાણીના નિધનને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે. અને આ જ કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ આજે સ્વ. વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સ્વ.વિજયભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં અંજલિબેન રૂપાણી, તેમના પુત્ર ઋષભ રૂપાણી અને મેહુલભાઈ રૂપાણી સાથે નેતાઓએ મુલાકાત કરી હતી. અંજલીબેન રૂપાણીએ કહ્યું કે, “સાહેબની વિદાયને આજે છ મહિના થયા, તેથી પરિવારની મુલાકાતે આવ્યા.”

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં 274 લોકોના જીવ ગયા હતા. અને આ જ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. અને આ પ્લેન ક્રેશમાં તેમનું પણ નિધન થયું હતું. આજે વિજયભાઈ રૂપાણીના મૃત્યુને 6 મહિના થઇ ગયા છે જેના કારણે આજે પરિવારની શુભેચ્છા મુલાકાતે ભાજપ સંગઠનના નેતાઓ પહોંચ્યા હતા.

આ પણ વાંચોAhmedabad માં ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ, AMC અને પોલીસના 500થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા

Read More

Trending Video