Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે PIને સસ્પેન્ડ કરાયા, સત્યશોધક કમિટીના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવાયો

July 3, 2024

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident)માં રોજ કંઈ ને કંઈ નવા વળાંક આવી રહ્યા છે. અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ મામલે વધુ બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્ય શોધક કમિટીનો આજે હાઇકોર્ટ (Gujarat High Court)માં રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જે બાદ આ રિપોર્ટના આધારે રાજકોટ પોલીસના બે PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્ય શોધક કમિટીની તપાસ બાદ ગુજરાત પોલીસવડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટના તત્કાલીન PI જે.વી.ધોળાની અગ્નિકાંડની ઘટના બાદ કરછમાં બદલી કરવામાં આવી હતી. અને હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે PI વી.એસ.વણજારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા. અને આજે તે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Read More