Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડની 59 દિવસે ચાર્જશીટ રજુ કરાઈ, ત્રણ થેલા ભરીને ચાર્જશીટ રજુ કરાઈ

July 24, 2024

Rajkot Fire Incident : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Fire Incident)ને આવતીકાલે એટલે કે 25 જુલાઈના રોજ 2 મહિના પૂર્ણ થવાના છે. ત્યારે 2 મહિને હવે પોલીસ અને તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી આ મામલે પોલીસે ચાર્જશીટ દાખલ કરી નહોતી. પરંતુ આજે 59 દિવસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 3 થેલા ભરીને પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. રાજકોટ અગ્નિકાંડમાં 12 બાળકો સહીત 27 લોકો જીવતા હોમાઈ ગયા. છતાં આ મામલે હજુ કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે તો આ સમગ્ર મામલાનું ઠીકરું મનસુખ સાગઠીયા પર ફોડી દેવામાં આવ્યું છે. આ કેસમાં હજુ કોઈ મોટા અધિકારીઓના નામ સામે આવ્યા નથી. ત્યારે જોવાનું રહ્યું કે ચાર્જશીટમાં કોઈ મોટા પદાધિકારીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે કે નહિ ?

Read More

Trending Video