Rajkot Fire Incident : અગ્નિકાંડના આરોપી સાગઠીયાની મિલકતને લઇ SIT ની રચના કરાઈ, 6 સભ્યોની કમિટી રચવામાં આવી

July 4, 2024

Rajkot Fire Incident : રાજકોટ TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. ખાસ તો TPO મનસુખ સાગઠીયા વિરુદ્ધ અનેક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. હવે આ મામલે અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાની મુશ્કેલી વધી રહી છે. આજે મનસુખ સાગઠીયાની અપ્રમાણસર મિલકતની તપાસ માટે એક SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 6 સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ ACBના અધિક નિયામક બિપિન આહીરેની અધ્યક્ષતા હેઠળ આ SIT ની રચના કરવામાં આવી છે. તેમની સાથે 2 આસિસ્ટન્ટ ડાયરેક્ટર, 2 PI, 1 ACB લીગલ એડવાઇઝરનો સમાવેશ થાય છે. આ તમામ સાગઠીયાની મિલ્કતની તપાસ કરશે. અને સાગઠીયા સાથે જોડાયેલા તમામ લોકોની મુશ્કેલી વધશે.

Read More

Trending Video