Rajkot Fire Incident: રાજકોટમાં (Rajkot ) અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટમાં આગની ઘટના સામે આવે ત્યારે TRP ગેમ ઝોન અગ્નીકાંડની ઘટના યાદ આવી જાય છે. આ ઘટના બાદ શહેરમાં થોડા સમય માટે તંત્ર એક્શનમાં આવ્યું અને ફાયર સેફ્ટીના સાધનો ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી. પરંતુ શહેરમાં આગની ઘટનાઓ હજુ પણ અટકી નથી રહી. રાજકોટમાં અવાર નવાર કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ફરી એક વાર રાજકોટમા આગ લાગવાની ઘટના સામે આવી છે.
પીપળીયા ગામે KBZ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ
મળતી મળતી માહિતી મુજબ રાજકોટમાં એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં એકાએક વિકરાળ આગ ભભુકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ આગ
સવારના 9.30 વાગ્યા આસપાસ લાગી હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી છે અને પાણીનો મારો આગને કાબૂમાં લેવાનો પ્રાયસ કરી રહી છે.
Rajkot માં પીપળીયા ગામે KBZ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ | Nirbhaynews#rajkot #rajkotnews #fire #Gujarat #Gujaratinews #rajkotfire #brekingnews #nirbhaynews pic.twitter.com/gcqOf7HlHN
— Nirbhaynews (@nirbhaynews1) March 24, 2025
આગને કારણે કંપનીને મોટું નુકસાન
આગની આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લીધી છે અને તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાય રહ્યાં છે. આગની આ ઘટવામાં હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગને કારણે કંપનીને મોટું નુકસાન થવા પામ્યું છે.
આ પણ વાંચો : આપણે બધા સાથે મળીને ભાજપ અને કોંગ્રેસ બંનેને હરાવી દઈશું : અરવિંદ કેજરીવાલ