Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડ મામલે જીગ્નેશ મેવાણીની ચીમકી, ઉગ્ર દેખાવો અને રાજકોટ બંધનું કર્યું એલાન

June 13, 2024

Rajkot Fire Incident : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં સર્જાયેલ અગ્નિકાંડ (Rajkot Fire Incident)માં 27 જિંદગીઓ સ્વાહા થઇ ગઈ હતી. આ 27 લોકો આ ગેમઝોનમાં જીવતા ભડથું થઇ ગયા છતાં હજુ તપાસના નાટકો ચાલી રહ્યા છે. SIT ની રચના થાય છે, તપાસ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચારી કર્મચારીઓ સરકારી કર્મચારીઓની જ આ મામલામાં સંડોવણી સામે આવે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અગ્નિકાંડ બાદ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી પીડિતોની મુલાકાત માટે પહોંચ્યા હતા. જીગ્નેશ મેવાણી છેલ્લા 14 દિવસથી રાજકોટમાં છે. અને આજે તેમણે રાજકોટના અગ્નિ કાંડ મુદ્દે પત્રકાર પરિષદને સંબોધન કરી હતી. સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mewani) આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.

અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની પ્રેસ કોન્ફ્રન્સ

રાજકોટ અગ્નિકાંડ મામલે વાત કરતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ મામલે અત્યારે SIT ની તપાસ ચાલી રહી છે. જે SIT રચના કરવામાં આવી છે. તે તપાસ કમિટીમાં સુભાષ ત્રિવેદીને વડા બનાવવામાં આવ્યા છે. જે ખુદ અત્યાર સુધીની એક પણ ઘટનામાં અધિકારીઓના નામ સામે લાવ્યા નથી. એટલે સરકાર પણ એવા જ અધિકારીને તપાસ સોંપે છે જેમાં તે તંત્ર અને સરકારનું ભીનું સંકેલી રહ્યા છે.

વધુમાં જીગ્નેશ મેવાએ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, તેમણે મોરબીની પુલ દુર્ઘટના હોય કે લઠ્ઠાકાંડ, એની તપાસમાં અત્યારસુધીમાં એકપણ કેબિનેટ મંત્રી કે IAS-IPSની ધરપકડ કરી નથી, જેથી નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે. પીડિતોના પરિવારોને 4 લાખને બદલે 1 કરોડની સહાય આપવામાં આવે. આ સાથે જ દોઢથી બે વર્ષમાં જ ટ્રાયલ પૂરી થાય અને પીડિતોના પરિવારોને ન્યાય મળે એ માટે આજથી ત્રણ દિવસ રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ.

અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની વિરોધની ચીમકી

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધની ચીમકી આપી છે. 15 જૂને કમિશ્નર કચેરી બહાર ઉગ્ર વિરોધ નોંધાવવાના છીએ. અને આવનારા સમયમાં જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો 25 જૂને અમે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. જો તો પણ અમારી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ત્યાંથી અમે આગળ પગલાં ભરીશું. તેવું જીગ્નેશ મેવાનીએ કહ્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ મામલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ અગ્નિકાંડના પીડિત પરિવારોની મુલાકાતે કોઈ પણ સાંસદ, ધારાસભ્ય, મુખ્યમંત્રી કે કોર્પોરેટર પહોંચ્યા નથી. તો મારે સરકારને એ પ્રશ્ન પૂછવો છે કે જો અત્યાર સુધીમાં સરકારના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે મૃત્યુ પામેલા લોકોને મળવા જવાનો સમય પણ આપણી પાસે ?

આ પણ વાંચોG7 Summit : G7 સંમેલન માટે PM મોદી આજથી ઇટાલીના પ્રવાસે, જાણો શું છે આ સંમેલનનો એજન્ડા ?

Read More

Trending Video