Rajkot Fire Incident: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોન સેફટી માટે મોડલ રૂલ્સ કરાયા તૈયાર

June 13, 2024

Rajkot Fire Incident: રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટના (Rajkot Fire Tragedy) બાદ જાગેલી સરકાર (Gujarat Government) સેફ્ટીના અનેક પગલા લઈ રહી છે. આગામી 20 જૂન સુધીમાં આગકાંડનો અંતિમ રિપોર્ટ આવવાની શક્યતાઓ વચ્ચે ગુજરાતની ભાજપ સરકારે મહત્વનું પગલુ ભર્યું છે. જે અંતગર્ગત રાજ્ય સરકારે એમ્યુઝમેન્ટ રાઈડસ એન્ડ ગેમિંગ ઝોન સેફ્ટી મોડલ રુલ્સ 2024 સુચિત નવા નિયમો તૈયાર કરવામા આવ્યા છે. આ નવા નિયમો અંગે રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.

ગેમીંગ ઝોન સેફટી માટે મોડલ રૂલ્સ તૈયાર

ઋષિકેશ પટેલે કહ્યુ કે, રાજકોટ TRP દુર્ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઈડસ એન્ડ ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહવિભાગ દ્વારા ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઈડસ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટિ સેફિટી રુલ્સ 2024 બનાવવામા આવ્યા છે. આ સૂચિત નવા નિયમ રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/homedepartment/default.aspx પર પ્રસિદ્ધ કરવામા આવ્યા છે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે, કોઈ પણ નાગરિક આ નિયમો અંગે પોતાના વાંધા કે સુચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. 25 જૂન, 2024 સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે 25જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં.

20 જૂન સુધીમાં SIT અંતિમ રિપોર્ટ સરકારને સોંપાશે

વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર રોજકોટ ગેમઝોન દુર્ગઘટના મામલે ગંભીરતાથી પગલા લઈ રહી છે. આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મુળ સુધી જવા માટે ખુબ ડિટેઈલ ઈન્કવાયરીની જુરુર હોવાથી 20 જૂન સુધીમાં SIT અંતિમ રિપોર્ટ સરકારને સોંપાશે. જે અહેવાલ સરકાર હાઈકોર્ટમાં રજુ કરશે.

આ  પણ વાંચો : Banaskantha: ગેનીબેન ઠાકોર પોતાના ઉત્તરાધિકારી કોને બનાવવાવ માગે છે ? રાજીનામુ આપતા પહેલા ગેનીબેને કર્યો ખુલાસો

Read More

Trending Video